તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ કબ્જે:ઊનાનાં રાતડ ગામેથી સરકારી જમીનમાંથી ખનીજ ચોરી ઝડપાઇ, 8 ચકરડી, 2 ટ્રેક્ટર સહીત 18 લાખનો મુદ્દામાલ કબ્જે

ઊના8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના-ગિરગઢડા પંથકમાં ખનીજ ચોરો બેફામ બની ગયા હોય તેમ ગૌચર અને સરકારી જમીનોમાં પથ્થરની ખાણમાંથી ખનીજ ચોરી ઝડપાઇ હતી. ઊના તાલુકાના રાતડ ગામે આવેલી સર્વે નં. 4 પૈકી 1 અને સર્વે નં.4 પૈકી 2 ની સરકારી જમીનમાં ધીરૂ ભાણા સોલંકી, લખમણ લાખા મેવાડા ગે.કા. રીતે ખનીજ ચોરી કરી ખાણમાંથી પથ્થરો કાઢી ટ્રેક્ટરોમાં સપ્લાય કરતા હોવાની બાતમીના આધારે ઊના મામલતદાર કે. એન. નિનામા, સર્કલ ઓફીસર, રેવન્યુ વિભાગ સહીતના સ્ટાફે સ્થળ પર રેઇડ કરી હતી.

અને પાસપરમીટ વગર ગે.કા. ખાણમાંથી પથ્થર કાપવાની 8 ચકરડી, 2 ટ્રેક્ટર, 1 જનરેટર, સહીતનો મુદામાલ પકડી પાડ્યો હતો. અને ખનીજ ચોરી કરનાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ અંગે ગિરસોમનાથ જિલ્લાના ખાણ ખનિજ વિભાગને રીપોર્ટ કર્યો હતો. આમ છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી કરનાર સામે ઊના-ગિરગઢડા મામલતદાર દ્વારા લાંલ આંખ કરાતા ખનીજ ખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...