ચોરી:દ્રોણ ગામેથી 30 લાખની ખનીજ ચોરી પકડાઇ

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માલિકીની જમીનમાં ચાલતી પથ્થરની ખાણ પર મામલતદારના દરોડા
  • 200 ટન ખનીજ, 1 હિટાચી મશીન તેમજ કપચી ભરેલ ટ્રેક્ટર કબ્જે, 3 સામે કાર્યવાહી

ઊનાના ગીરગઢડાના દ્રોણ ગામની સીમ વિસ્તારમાં આવેલી માલીકીની જમીનમાં ગે.કા. પથ્થર ખાણમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમી આધારે ગીરગઢડા મામલતદારે સ્થળ પર રેઇડ કરતા ગે.કા. ખનીજ હિટાચી મશીન તેમજ કપચી ભરેલુ ટ્રેક્ટર સહીત ત્રણવ્યક્તિ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દ્રોણ ગામે મનુભાઇ મંગળાભાઇ શિયાળની માલીકીની જમીન સર્વે. નં. 30 પૈકી 1 માં ગે.કા. ખનીજ ચોરીથતી હોય જે અંગેની બાતમી આધારે ગીરગઢડા મામલતદાર એચ આર કોરડીયા સહીતની ટીમે સ્થળ પર દરોડા પાડી જેમાં ગે.કા. 200 ટન ખનીજ ચોરી પકડી પાડી હતી. તેમજ સંદિપભાઇ ખીમભાઇ બંધીયાનું માલીકીનું હિટાચી મશીન સહીત કુલ કિ.રૂ. 25 લાખનો મુદામાલ સાથે બે શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ દ્રોણ ગામ પાસે રોડ પર ખનીજ કપચી ભરેલ ટ્રેક્ટર પસાર થતુ હોય એ દરમ્યાન મામલતદારે રોકાવી પુછપરછ કરતા પાસ પરમીટ વગર ગે.કા. સપ્લાય કરતા હોવાનું માલુમ પડતા ટ્રેક્ટરના ધુધાભાઇ જેઠાભાઇ વાધેલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગે.કા. ખનીજ ચોરી રૂ. 30 લાખના મુદામાલ સાથે ત્રણ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...