તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઊનામાંથી ખનીજ ચોરી ઝડપાઈ, 20 લાખનો મુદામાલ કબ્જે લીધો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 રેતી ભરેલા ટ્રેક્ટર, 1 જેસીબી કબ્જે કરી તપાસ આદરી

ઊનાના દરીયાઈ કાંઠામાં ખનીજ ચોરીનો વેપલો ખુબ મોટા પ્રામાણમાં ચાલી રહ્યો છે. ખનીજ ચોરી થતી હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને જાણ થતાં દરોડો પાડી ખનીજ ચોરી ઝડપી પાડી રૂ.20 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પ્રાપ્ત વિગત મુજબ ઊનાના દરીયાઇ કાંઠા વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી ખનીજ ચોરી થતી હોવાની બાબતમી મળી હતી. જેના આધારે ખાણખનીજ વિભાગે સ્થળ પર દરોડા પાડી ખનીજ રેતી ભરેલા 3 ટ્રેક્ટર તેમજ 1 જેસીબી ઢડપી પાડી અંદાજે રૂ.30 લાખની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. ખાણ ખનીજ વિભાગે વાહનો કબ્જે કરી તમામ વાહનોને મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં રાખવામાં આવ્યા છે. આ અંગે ખાણખનીજ વિભાગે આગળની તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી કરવા તજવિજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...