તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટની વિસંગતતા:સ્થળાંતરિત માછીમારોને વાવાઝોડામાં નુકસાન, સહાયથી વંચિત

ઊના19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના નજીકનાં સૈયદ રાજપરા ગામનાં 300 પરિવાર બજેટની વિસંગતાનો ભોગ બન્યાં

ઊના અને જાફરાબાદ તાલુકામાં તાઉતે વાવાઝોડામાં સ્થળાંતરિત માછીમારો માટે બજેટમાં સ્પષ્ટતા કરવા લોક માંગણી ઉઠવા પામી છે. વાવાઝોડા બાદ રાહત પેકેજમાં સ્થળાંતરિત માછીમારોને સહાય મળશે, તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ સરકાર દ્વારા કર્યો નથી. સૈયદ રાજપરા બંદરમાં જ 300 સ્થળાંતરિત માછીમાર પરિવારો રહે છે.

તમામ પરિવારો આજુ બાજુના ગામોના વતની હોય આ સ્થળાંતરીત માછીમારોને વાવાઝોડાના કારણે ઘર વખરીથી લઈ ઝુંપડા અને બોટોનું ભારે નુકસાન થયું છે. સૈયદ રાજપરા ગામમાં સહાયના ફોર્મ ભરવા જાય છે, ત્યારે તેઓને તેમના પોતાના વતનમાં ફોર્મ ભરવા જવાનું કહે છે. સૈયદ રાજપરા બંદર ગામે 300 પરિવાર અને જાફરાબાદ બંદરમાં શિયાળબેટ 250 ના સ્થળાંતરિત માછીમારો રહે છે. તેવો કાચા પતરા અને નારીયળીના પાનના ઝુંપડા બાંધીને રહે છે. રાજ્ય સરકારે રાહત પેકેજમાં અનેક વિસંગતા રાખેલી હોવાથી સ્પષ્ટ નિર્દેશ કરવા જોઈએ. તેવી માંગ સૈયદ રાજપરા ગામના ભરતભાઇ કામળીયાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...