તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રૂ.75 લાખની ત્રણ આંધળી ચાકણી સાથે શખ્સ ઝડપાયો, વન વિભાગે આરોપીના ઘરે રેડ કરી ત્રણ સરીસૃપ જાતના સાપનો કબ્જો લીધો હતો

ઉના8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીર પુર્વ વન વિભાગ જશાધાર રેન્જના આર.એફ.ઓ.તથા ટીમે ચોકકસ બાતમી આધારે એક શખ્સના ઘરે રેડ કરી ત્રણ આંધળી ચાકણી સાથે આરોપીની ધરપકડ કરી હતી.જશાધાર રેન્જના આર.એફ.ઓ. જે.જી.પંડયા તથા સ્ટાફે ચોકકસ બાતમી આધારે ગીર ગઢડા તાલુકાના ઇટવીયા ગામે રહેતા જગદીશ મનુભાઇ વડોદરીયા ના ઘરે રેડ કરી ઘરમાં છુપાવેલ આ઼ધળી ચાકણી ( સરીસૃપ સાપ ) નંગ-3 પકડી પાડયા હતા. વન અધીકારી દ્વારા આરોપીની પુછ પરછમાં આ એક સાપની કિ઼મત રૂ. 25 લાખથી વધુની ગણાય છે. જેથી તંત્રએ રૂ. 75 લાખના ત્રણ સાપ સાથે આરોપીની ધરપકડ કરી આ સાપ કયાથી લાવેલ અને કોને આપવાના હતા.અને અગાઉ કેટલા સાપ વેચાણ કરેલ છે. સહીતચની પુછતાછ માટે રીમાન્ડ મેળવવા તેને કોર્ટમા રજુ કરાતા અદાલતે તેના 6 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...