જીવનું જોખમ:કંસારી ગામ પાસે લટકતો જીવતો વિજ વાયર, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

ઊના14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના-ધોકડવા રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને જીવનું જોખમ

ઊના-ધોકડવા ગામે જતાં મુખ્ય રસ્તા પર આવેલ કંસારી ગામ પાસે વિજલાઈનનો વાયર નીચે લટકી રહ્યો છે. જેના કારણે રસ્તા ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે. આ વિજ વાયર માંથી પાવર પસાર થયો હોવાનાં કારણે રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓના જીવને જોખમ છે.

ઉપરાંત અહિંથી પસાર થતાં મોટા હેવી લોડેડ વાહનોને નડતરરૂપ થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત અહીંથી પસાર થતા ટ્રકમાં વધુ માલસામાન હોવાથી ધીમે પાડીને વિજ કેબલને ઉંચો કર્યા બાદ વાહન પસાર કરવા પડે છે.

આથી આ વિસ્તારના દુકાનદારો અને રહેણાંક વિસ્તારના લોકો દ્વારા આ બાબતે રજુઆત કરવા છતાં વાયરને તાણીને બાંધવામાં આવ્યો નથી. જેના કારણે અવાર-નવાર વાહનમાં ફસાય જાય છે. આથી પીજીવીસીએલ દ્વારા તાત્કાલીક વાયરને ઉચ્ચો રાખવા માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...