હુમલો:ગીર ગઢડાના મોહોબતપરામાં ભેંસો ચરાવતા 2 માલધારી પર સિંહે પાછળથી હુમલો કર્યો, લોહીલૂહાણ

ગીર ગઢડા2 વર્ષ પહેલા
સિંહે માલધારી પર હુમલો કર્યો હતો - Divya Bhaskar
સિંહે માલધારી પર હુમલો કર્યો હતો
  • ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા

ગીર ગઢડા તાલુકાના મોહાબતપરામાં ભેંસો ચરાવતા 2 માલધારી પર સિંહે પાછળથી હુમલો કર્યો હતો. ઘટનામાં બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલુ છે. ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

સિંહે હુમલો કરતા બંને સારવાર હેઠળ
મોહોબતપરામાં વહેલી સવારે ગોવિંદભાઈ જેસાભાઈ વેગડ અને હમીરભાઈ માધાભાઈ કળોતરા ભેંસો ચરાવી રહ્યાં હતા. તે દરમિયાન સિંહે પાછળથી હુમલો કર્યો હતો. જેમાં બંનેને હાથ અને વાંસાના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેથી બંનેને 108 મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા.

ઘટનાને પગલે ઉચ્ચે અધિકારીઓ દોડી આવ્યાં
ઘટનાની જાણ ફોરેસ્ટ અધિકારી આર.બી.વાળા, ફોરેસ્ટ ગાર્ડ આર.બી. પરમાર અને જી.સી.ઝાલા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતા અને તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે સિંહો શિકારની શોધમાં ઘણી વખત જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય પંથકમાં ચડી આવતા હોય છે. જેને લઈને ઘણી વખત સિંહ દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના બને છે.

(જયેશ ગોંધીયા-ઉના)