તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સીમાસી બાયપાસ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા દીપડાનું મોત

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો, વનવિભાગે તપાસ હાથ ધરી

ઊના-વેરાવળ હાઇવે રોડ પર આવેલ સીમાસી બાયપાસ ચાર રસ્તા પર રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ દીપડો રસ્તો ઓળંગતો હતો. એ દરમ્યાન કોડીનારથી ઊના તરફ આવતા અજાણ્યા વાહન ચાલકે દીપડાને હડફેટે લેતા દીપડાનું ઘટના સ્થળ પર જમોત નિપજ્યું હતું. જ્યારે અજાણ્યો વાહન ચાલક ત્યાથી નાશી છુટ્યો હતો.

રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકની નજર પડતા તેણે વનવિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતક દીપડાનો કબ્જો લઇ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો છે. દીપડો 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

ઊનાના રામેશ્વર ગામની સીમ વાડીમાંથી દીપડો પાંજરે પુરાયો
રામેશ્વર ગામની સીમ વિસ્તારમાં બાબુભાઇ કરશનભાઇ ચોહાણની વાડીમાં છેલ્લા ધણા સમયથી દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ ફેલાયેલ હતો. વનવિભાગને જાણ કરતા 2 દિવસ પહેલા દીપડાને પુરવા પાંજરૂ ગોઠવ્યું હતું. સવારે દીપડો શિકારની શોધમાં આવતાં પાંજરે પુરાતા વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...