ક્રિકેટ ટુર્નામેન્ટ:ઊનામાં ટુર્નામેન્ટની ફાઇનલમાં લક્ષ્મણવાડી ટીમ વિજેતા બની

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજેતા ટીમ - Divya Bhaskar
વિજેતા ટીમ
  • 22 ટીમોએ ભાગ લીધો હતો, 3 દિવસ આયોજન કરાયું’તું

ઊના શહેરની શાહ એચ. ડી. હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં સ્વ. વિમલભાઈ રાજુભાઈ ચૌહાણના સ્મરણાર્થે સડ્ડા-અડ્ડા ગ્રુપ આયોજિત ઓપન હિન્દુ ટુર્નામેન્ટ પાલિકા સભ્ય અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયાના સહયોગથી ત્રણ દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.

જેમાં કુલ 22 ટીમોએ ભાગ લીધેલ હતો. અને આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પૂર્વ ધારસભ્ય કાળુભાઇ ચાનાભાઈ રાઠોડના વરદહસ્તે કરવામાં આવેલ હતું. અને આ ટુર્નામેન્ટમાં ઉના શહેરની લક્ષ્મણવાડી ઇલેવન ટીમ અને દિવની કલ્પનાબાર ઇલેવન ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ઉનાની લક્ષ્મણવાડી ઇલેવન ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા માટે સંપૂર્ણ લાઈવ પ્રસારણ કરાયેલ હતુ. ક્રિકેટ ફાઇનલ મેચમાં વિજેતા ટીમને રૂ.25 હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...