હાલાકી:ચિખલકુબા ગામે બસના અભાવે છાત્રો ત્રણ કિમી ચાલી શાળાએ જવા મજબૂર

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર-જંગલ વિસ્તાર હોવાથી વન્યપ્રાણીના ભય હેઠળ અભ્યાસ કરતા છાત્રો
  • ​​​​​​​એસટી​​​​​​​ બસની સુવિધા આપવા છાત્રો, ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી

ગીર-જંગલને અડીને આવેલ ગામના છાત્રો વન્યપ્રાણીના ભય હેઠળ અભ્યાસ માટે 3 કિ.મી દૂર પગપાળા ચાલીને શાળાએ જવા મજબુર બન્યા છે. જેથી ચિખલકુબા ગામમાં એસટી બસની સુવિધા આપવા ગ્રામજનો અને છાત્રોની ઉગ્ર માંગ ઉઠી છે. છેવાડાના ગામ સુધી સેવા પુરી પડવા સરકાર ગુણગાન ગાતી હોય છે. પરંતુ ગીરગઢડાના ચીખલકુબા ગામ ગીર જંગલ વિસ્તારમાં હોવાથી છાત્રોને શાળાએ તેમજ ગ્રામજનોને અન્ય શહેરમાં જવા માટેની કોઇ વાહન સુવીધા ઉપલબ્ધ નથી.

એક તરફ ગીર જંગલના વન્યપ્રાણીઓનો ભય હોવાથી જીવના જોખમે છાત્રો પોતાના ભવિષ્ય માટે ચાલીને અભ્યાસ અર્થે જવા મજબુર બન્યા છે. આ બાબતે ચિખલકુબાના સરપંચ કાનજીભાઈ ચાવડા દ્વારા તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં આજદીન સુધી કોઇ બસ સુવિધા કરવામાં આવી નથી. જેથી તાત્કાલીક ધોરણે એસટીબસ સુવિધા અપવામાં આવે આજુબાજુના નિતલી, મોતિસર સહીત ગામના છાત્રોને બસની સુવિધા મળી શકે તેમ છે. દરમિયાન આ બાબતે એસ. ટી. ડેપો મેનેજરે સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવેલ કે અમારી પાસે કન્ડક્ટર નથી. તેવું જણાવી પોતાની જવાબદારી માંથી છટકબારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...