તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગેટથી માત્ર 2 કિ.મી. દૂરના મંદિરે જવા સામે મનાઇ કેમ?

ઊના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરાકડિયા નેસમાં સોનબાઇ મંદિરે જવા મંજૂરી આપો

ગીરગઢડા તાલુકાની જસાધાર ગીર રેન્જ હેઠળ આવતા સરાકડિયા નેસ વિસ્તારમાં સોનબાઈમાનું પૈરાણીક મંદિર આવેલું છે. આ મંદિરે જવા માત્ર 2 કિમી દૂર આવેલા વનવિભાગના ગેટ પર શ્રદ્ધાળુઓને અટકાવી દેવાય છે. અહીં જવા દેવાની પરવાનગી આપવા માંગ ઉઠી છે. ગીર જંગલમાં સોનબાઇમા મંદિરે જતી વખતે વન કર્મીઓ દ્વારા શ્રધ્ધાળુઓને આ મંદિરથી આશરે 2 કિમી દૂર આવેલા વનવિભાગના ગેટ પરજ અટકાવી દેવામાં આવે છે.

શ્રદ્ધાળુઓએ માતાજીના મંદિરે માનતા પુરી કરવા ફરજિયાત જવું પડતું હોવાનું જણાવવા છતાં વનવિભાગ દ્વારા મંદિરે જવા દેવાતા નથી. આથી સામાન્ય પ્રજાજનોની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. વનવિભાગના આવા કર્મચારીઓ તરફથી કાયદાઓનો દૂરૂપયોગ કરી અને પોતાની મનમાની કરતા હોય છે. અગાઉ આ મામલે આંદોલન પણ થયા છે.

કાયદાથી કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો હેતુ ક્યારેય હોઈ શકે નહીં. તુલસીશ્યામ, કનકાઇ, બાણેજ વનવિભાગના ગેટથી 8 કિમી દૂર છે. ત્યાં જવા પાસ અપાય છે. અને યોગ્ય સમય મર્યાદા માટે શ્રદ્ધાળુઓને જવા આવવાની છૂટ અપાય છે. આથી અહીં આવવા જવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...