તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:કેબીનેટ મંત્રી અને સાંસદની ઊના CHCમાં કોવિડ બેડ માટે સુચના

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અર્બન હેલ્થ સેન્ટરને રેપિડ ટેસ્ટ માટેની 750 કીટ અર્પણ કરી

રાજ્યના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમા ગિર સોમનાથના કોવિડ કેર સેન્ટરો, કોવિડ હોસ્પિટલો, પીએચસી અને સીએચસીની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે ઊના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવીડ બેડ શરૂ કરવા જણાવ્યું હતું.

અત્યારે સરકારી હોસ્પીટલમાં રોજ સો ઓપીડી હોય છે. જેમાં રોજ 8 થી 10 ડિલીવરી, 5 થી વધુ મારામારીના કેસો, અને એક માસમાં 20 થી 25 પીએમ થાય છે. મહિલાનો પ્રસૂતિ વિભાગ અલગ હોઇ અને તે ટૂંકો પડતો હોઇ તેના કારણે બીજા વિભાગમાં પણ પ્રસૂતિના કેસની મહીલાઓને સારવાર અપાતી હોય છે. આથી તેઓ સંક્રમિત ન થાય તેને ધ્યાને રાખી વ્યવસ્થા કરાશે. જોકે, ઉપરથી ઓર્ડર થયા બાદ ઓક્સીજનની વ્યવસ્થા પછી 10 થી 12 કોવીડ બેડ શરૂ કરાશે. એમ ડો. એન. કે. જાદવે જણાવ્યું હતું.

આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખના પતિ બચુભાઇ, ઊનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોષી, શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ કાંતીભાઈ છગ, સુનીલભાઈ મુલચંદાણી, અગ્રણી રાજુભાઈ ડાભી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દેલવાડા પીએચસી, લક્ષ્ય ફાઉડેશન અને વાસ્તવ ગૃપ સંચાલિત વિનામૂલ્યે ટિફીન સેવાની કામગીરી નિહાળી હતી. ત્યારબાદ ઊના શહેર, તાલુકા ભાજપ તથા ઊના નગરપાલિકા સંચાલીત કોવિડ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કોરોનાની 750 રેપીડ ટેસ્ટીંગ કિટ અર્બન હેલ્થ સેન્ટને અર્પણ કરી હતી.

ડોળાસા કોવિડ સેન્ટરમાં 50 લાખનો ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે
કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ ડોળાસા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ તકે જીએચસીએલ દ્વારા ડોળાસા કોવિડ કેર સેન્ટર માટે 50 લાખનો ઓક્સિજન પ્લાન્ટ માટે આપવાની જાહેરાત કરી હતી. આ તકે ગામના સરપંચ પ્રતાપભાઇ મોરીએ ડોળાસા કોવિડ સેન્ટરમાં સુવિધાઓ વધારવા માંગ કરી છે.

હવે ઊનામાંજ રેમડેસિવીર મળશે
ઊના-ગિરગઢડામાં કોરોનાના કેસો વધી જતાં કોરોનાના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂર પડતી હોઇ દર્દીના સ્વજનોને વેરાવળ સરકારી હોસ્પીટલ સુધી ધક્કો ખાવો પડતો હતો. જે હવે તા. 10-11 મેથી ઊનામાંથી જ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...