તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે તાલુકા વિકાસ અધિકારીએ સરકારી જમીનના દબાણો ખનીજ તેમજ સ્વચ્છતા પંચાયતની કામગીરી, આરોગ્ય, આંગણવાડી સહિત લોકોની રોજીંદા જીવન જરૂરિયાત વિકાસના કામો અંગેની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં હાલમાં જ ઊનાના જાંખરવાળા ગામમાં થતી ગંદકી અને પંચાયતની કામગીરી અંગે ગામના સરપંચને સૂચના આપી સ્વચ્છતા રાખી લોકોને આરોગ્યની કાળજી લેવા અને હાલમાં કોરોના જેવી ગંભીર બિમારીથી સુરક્ષીત રહે તેની તકેદારી રાખવા લોકોને જાગૃત કરવા સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગામમાં પણ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરાએ રાઉન્ડઅપ કરી ગામની અંદર આવેલ દુકાનોમાં ચેકીંગ કરી ગામના કહેવાતા જાગુત નાગરિક ભાણાભાઈ દેવશીભાઇ ભીલ સહિતના દુકાન ધરાવતા વેપારીને ત્યા તપાસ કરતાં અખાદ્ય આઈસ્ક્રીમ, ગુલ્ફી, કોન સહિત કોલ્ડ્રીક્સનો જથ્થો કબ્જે કરી નાશ કરી ફ્રિજને સીલ કરવામાં આવ્યું હતું. આ બાબતની આગળની તપાસ આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી.
જેના અનુસંધાને ગામમાં રોગચાળો અટકાવવા અને સરકારી યોજનાના કામો કાયદેસર કરવા અને લોકોની સમસ્યાનો તાત્કાલીક હલ કરવા સરપંચ અને તલાટી મંત્રી સોલંકીને અવગત કરવામાં આવ્યા હતા. અધીકારીની મુલાકાત અને તેણે કબ્જે કરેલ આખધ વસ્તુ કબ્જે લેતા નાના એવા ગામમાં ભારે ખડભળાટ મચી જવા પામેલ હતો.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.