તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઊનાના નવાબંદરમાં બંને સમાજના લોકો શાંતિ સ્થાપવા સહમત : ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવાબંદરમાં એસપી, એએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતીની બેઠક યોજાઇ

ઊનાના નવાબંદરમાં પોલીસ ઉપર થયેલા હુમલાના બનાવને લઇ એસપી રાહુલ ત્રિપાઠી અને એએસપી ઓમપ્રકાશ જાટના અધ્યક્ષસ્થાને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા, ગામના સરપંચ સોમવારભાઇ માંડણભાઇ, હિન્દુ સમાજના આગેવાન હરીભાઇ બોઘાભાઇ સોલંકી, ભાણાભાઇ કરશનભાઇ તેમજ મુસ્લીમ સમાજના આગેવાન બચુભાઇ લાલાભાઇ, સલીમભાઇ બબનભાઇ, સીદીક હાસમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

નવાબંદર પોલીસ મથક ખાતે યોજાયેલી બેઠકમાં ગત તા. 23 મેના થયેલી જૂથ અથડામણના અને પોલીસ પર હુમલાની ઘટના બાબતે બન્ને સમાજના આગેવાનો તરફથી દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યુ હતું. અને ભવિષ્યમાં ફરી વખત ક્યારેય આવો બનાવ બનશે નહિ તેવી ખાત્રી બન્ને સમાજના આગેવાનો તરફથી આપવામાં આવી હતી.

ગામમાં એકંદરે બન્ને સમાજની એક સરખી વસ્તી હોઇ આગામી દિવસોમાં આવતા બન્ને ધર્મના તહેવારો એકીસાથે હળી મળીને અને કોમી એક્તાનું ઉત્તમ ઉદારહરણ પુરૂ પાડી ઉજવવા અંગે પણ ખાત્રી આપવામાં આવેલ હતી. તો વાવાઝોડાને લીધે નવાબંદર ગામ તથા ગામના લોકો સૌથી વધુ અસરગ્રસ્ત હોઇ બન્ને સમાજના લોકો એકબીજાને મદદરૂપ થઇ ફરીથી નવાબંદર ગામનું જનજીવન ધમધમતું કરવા અંગે પણ હળીમળીને કામ કરવા તંત્રને ખાત્રી અપાઇ હતી.

અસરગ્રસ્ત વિસ્તારોમાં ગામ લોકોને રાશનકીટ તેમજ પાણી વિગેરે જેવી જીવન જરૂરીયાતની પ્રાથમિક ચીજવસ્તુઓ નવાબંદર પોલીસ તરફથી અપાઇ છે. ગામમાં વ્હેલી તકે વિજળી આવે તે માટે પણ પોલીસ તરફથી પ્રયત્ન કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...