તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાચારી:ઊનામાં શિક્ષકે માતાની અંતિમવિધિ માટે સોશ્યલ મીડિયા પર મદદ માંગી; સગાઓ બીજા શહેરોમાં રહેતા હોઈ અંતે મેસેજ કરવો પડ્યો

ઊના10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ઊનાના એક શિક્ષકે પોતાની માતાનું કોરોનાથી અવસાન થતાં અંતિમવિધી માટે સોશ્યલ મિડિયાની મદદ લેવી પડી હતી. ઊનાના નામાંકિત શિક્ષકની માતાને કોરોના પોઝિટીવ આવતા ઘેર સારવાર લઇ રહ્યા હતા. તેમનું શુક્રવારે મોડી રાત્રીના નિધન થયું. તેમના શિક્ષક પુત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયેલ કે હવે શું કરવું ? પરીવારમાં માત્ર દિકરો અને મામાજ હતા. બીજા સગાવ્હાલા બધા અન્ય શહેરોમાં વસે છે. અંતે તેમણે સવારે 5:30 વાગ્યે માતાની અંતિમવિધી કરવા એક મેસેજ ટાઇપ કર્યો. જેમા લખ્યુ કે, ભાઇ મારી માતાનું કોરોનાથી અવસાન થયું છે.

લગભગ રાત્રીના 2 વાગ્યે ઘરમાં હું એકલોજ છું. અહી અમારા કોઇ સગા નથી. અંતિમવિધી માટે તાત્કાલીક મદદ કરવા વિનંતી. એક તમારો આશરો છે મદદ કરો. આ મેસેજ ટાઇપ કરી ઊના નગર પાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી તેમજ પ્રેસ ક્લબ ઓફ ઊનાના પ્રમુખને કરતા તાત્કાલીક ચંદ્રેશભાઇ જોષીએ અંતિમવિધી માટે જોઇતી તમામ સામગ્રી એકઠી કરી અને માણસો બોલાવી અને નગર પાલિકા ઉપપ્રમુખ તેમજ પ્રેસ ક્લબ ઊનાના સાથી મિત્રોએ આ શિક્ષકની માતાની અંતિમવિધી માટે મદદે પહોચી ગયા હતા.

અને સવારે 9 વાગ્યે કોવીડ સ્મશાનમાં શિક્ષકના માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવતા તેઓ પણ ભાવુક થઇ ગયા. આ પરિસ્થિતીમાં તમે લોકો મારી મદદ કરી તેટલા શબ્દો બોલતા તેમની આંખો માંથી અશ્રુઓ વહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો