ટોક ઓફ ધી ટાઉન:ઊનામાં ભાજપના નગર સેવિકાના પુત્રનું તેમની દુકાન પાસેથી 4 શખ્સ કારમાં અપહરણ કરી ગયા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકને એક વાડી લઈ જઈ ઢોર મારમાર્યો બાદમાં દબાણ વધતા મુક્ત કર્યો

ઉના શહેરમાં ગતરાત્રીના વોર્ડ નં.૪ ના ભાજપના મહીલા નગર સેવિકાનો પુત્ર પોતાની દુકાન સામે પાનના ગલ્લે પાન ખાતો હતો. એ વખતે ચાર જેટલા શખ્સોએ પારીવારીક ઝગડાનું મનદુઃખ રાખી કારમાં બેસાડી અપહરણ કરી ગયાની જાણ શહેરમાં ફરી વળતા રાત્રીના સમયે સમગ્ર ઉના શહેરમાં ચકચાર મચી જવા પામેલ અને અપહરણકારોએ નગર સેવિકાના પુત્રનું અપહરણ કર્યા બાદ શહેરથી 50 કિ.મી.દૂર એક વાડીમાં ઢોર માર મારવામાં આવેલ બાદમાં દબાણ વધતા અપહરણકારોએ યુવકને મુક્ત કરી દેતા મોડી રાત્રીના ઘરે પોહચતા નગર સેવિકાના પરીવારે રાહતનો શ્વાસ લીધો હતો.

વેવાઇ પક્ષ સાથે પારિવારીક ઝગડો ચાલતો હતો
ઉના શહેરના વોર્ડ નંબર ૪ના ભાજપના મહીલા નગર સેવિકા મનિષાબેન હરેશભાઇ જોષીનો પુત્ર જેનિલ ઉ.વ.28 ને ગીરગઢડા રોડ પર મિલાપ ટેલીકોમ નામની દુકાન હોય અને આ જેનિલના લગ્ન થઇ ગયેલ હોય અને તેમને સંતાનમાં એકપુત્ર હોય જ્યારે વેવાઇ પક્ષ સાથે છેલ્લા ઘણા દિવસોથી પારિવારીક ઝગડો ચાલતો હોય અને આ ઝગડામાં વેવાઇ પક્ષના મિત્રો પણ સામેલ હોય તેમની વચ્ચે જેનિલને ફોન પર બે ત્રણ વખત ઉગ્ર બોલાવાલી થઈ.

અપહરણકારો કારમાં બેસાડી લઈ ગયા હતા
​​​​​​​
આ ઉગ્ર બોલાચાલીનું મનદુઃખ રાખી મહુવા તરફથી કાર લઇને આવેલા ચાર જેટલા શખ્સો રાત્રીના ગીરગઢડા રોડ પર જેનિલની મોબાઇલ શોપ ગયેલા ત્યારે જેનિલ સામેની દુકાને પાન ખાતો હતો. અને ત્યાં જઇ અપહરણકારો તેમની સાથે વાત કરતા કરતા અચાનક જ કાર પાસે લઇ ગયા અને જેનિલ કાંઇ સમજે તે પહેલા તેને કારમાં બેસાડી કાર ભાવનગર રોડ તરફ હકારી ગયા હતા.

મોડીરાત્રીના જેનિલ ઘરે આવતા પરીવારે રાહતનો શ્વાસ લીધો
​​​​​​​
અહીં પાનના ગલ્લા પર જેનિલના મિત્રોએ તેમના પિતા હરેશભાઇને ફોન કરી વાત કરતા નગર સેવિકાનો પરીવાર ચિંતામાં ગરકાવ થઇ ગયેલ અને તાત્કાલીક તેમના પુત્રનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમનો મોબાઇલ બંધ બતાવતો હતો બાદમાં જેનિસના પિતાએ તેમના વેવાઇને સઘળી વાત કરતા તે પણ આ વાતથી તદન અજાણ હોય તપાસ કરીને કહુ છુ તેમ કહેલ બાદમાં એનકેન પ્રકારે અપહરરણકારો પર દબાણ વધતા મોડી રાત્રીના જેનિલને મુક્ત કરી ઉના તરફ આવતી એક ખાનગી બસમાં ઇજાગ્રસ્ત હાલતમાં બેસાડી આપેલ અને મોડીરાત્રીના જેનિલ ઉના આવતા તેમના પરીવારે રાહતનો શ્વાસ લીધો હતો.

અપહરણની ચર્ચા શહેરમાં ટોક ઓફધી ટાઉન બની
​​​​​​​​​​​​​​
આ અંગે જેનિલનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે કારમાં બેસાડી મને હેમાળ ગામની આગળ એક વાડીમાં લઇ ગયેલ જ્યાં મને જ ગાળો આપી અને બેઝબોલના ધોકાથી ઢોરમાર મારવામાં આવેલ બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં છેલણા ગામ નજીકથી એક બસમાં બેસાડી આપેલ ઉના પહોંચતા જેનિસને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ અને આ અપહરણના બનાવની નગર સેવિકાના પુત્ર દ્રારા ફરીયાદ નોધાવાની તજવિજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ એક એવી પણ ચર્ચા સાંભળવા મળી છે કે અપહરણકારો ત્રણ જેટલી ફોરવ્હીલમાં આવેલા અને અપહરણ કરી ગયા હતા. હાલ ભાજપના નગર સેવિકાના પુત્રના અપહરણની ચર્ચા શહેરમાં ટોક ઓફધી ટાઉન બનવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...