તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઊનામાં વીજ ઇજનેરે કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી બબાલ કરી

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ અધિકારીએ પોલીસમાં અરજી કરતાં પોલીસે બ્લડ સેમ્પલ લીધા

ઉના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીયેશનના પ્રમુખ અનિરૂદ્ધસિંહભાઇના જણાવ્યા મુજબ, ઊના પીજીવીસીએલ સબડિવીઝનલના એક અધિકારી ગત રાત્રે પોતાના ગામે રાજપુત રાજપરા આવ્યા હતા. પોતાને ફોન કરી રોડ પર બોલાવ્યા. ત્યારબાદ સોડા પીધી અને ઊના ડિવીઝનલ અધિકારીને ગાળો કાઢી. ત્યારબાદ તેમણે પોતાની પાસે રૂ. 1.50 લાખના કામ કર્યા હોઇ એ બીલ પાસ કરવા લાંચ માંગી હતી. રાત્રીના સમયે ત્યાં અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે બબાલ અને ઝપાઝપી થઇ હતી. પણ એ અધિકારી સાથે રહેલા બીજા અધિકારીએ બન્નેને છુટા પાડ્યા હતા.

બીજા દિવસે અનિરૂદ્ધસિંહ ઓફીસમાં જતાં તેમને સબ ડિવીઝન 2 ના અધિકારીએ ગાળો દઇ ઓફીસમાંથી નિકળી જવા જણાવતાં તેણે ડિવીઝનના મુખ્ય અધિકારી જાડેજાને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. બાદમાં મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. પોલીસમાં લેખિત આપતાં પોલીસે સબડિવીઝનના અધિકારીને દવાખાને લઇ જઇ તેના સેમ્પલ લીધા હતા. આ બાબતે ઊના પોલીસે અરજી મળ્યાની વાતને સમર્થન આપ્યું હતું. પણ કોણે કરી એની વિગત આપી નહોતી. બાદમાં મુખ્ય અધિક્ષક ઇજનેર જાડેજાએ પણ આછસ ઘટના બન્યાનું અને પોતે અરજી કર્યાનું સ્વીકાર્યું હતું પણ માહિતી આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...