તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળ સમસ્યા:ઊના પંથકમાં 1 બેડું પાણીના 5 અને કેનના 10 રૂપિયા

ઊના7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના-ગિરગઢડા પંથકને ઘમરોળી નાખનાર તાઉ તે વાવાઝોડામાં વીજ પોલ ધરાશાયી થયા બાદ લોકોને પીવાના પાણીની એટલી હદે તકલીફ પડી રહી છે કે, પાણી ખરીદવું પડે છે. એમાંય ગામડામાં બેડાના રૂ. 5 અને કેનના રૂ. 10 ચૂકવવા પડે છે. દરિયાકાંઠાના વિસ્તારની હાલત દયનિય બની ગઇ છે. વાવાઝોડા બાદ સરકાર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નિવડી હોય તેમ તાલુકાના સૈયદ રાજપરાના ગ્રામજનોને રોજ દરિયાના પાણીના તો દર્શન થાય છે. પણ પીવાના પાણીના દર્શન દુર્લભ થઇ ગયા છે. અહીં સરકારની જળથી નળ સુધીની યોજના ફક્ત કાગળ પર હોવાનું દેખાઇ આવે છે.

અન્ય સમાચારો પણ છે...