રજૂઆત:ઊનામાં વીસીઈના પડતર પ્રશ્નોના વિરોધમાં રેલી કાઢી આવેદન અપાયું

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગણીઓનું નિરાકરણ કરી નવું મહેકમ લાગુ કરવા આવેદન પાઠવ્યું
  • ઈ-ગ્રામ પોલિસી​​​​​​​ રદ કરી સરકારી ધારા ધોરણ મુજબ પગાર ચુકવો

ઊના-ગીરગઢડા તાલુકાના તમામ વીસીઇના પડતર પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ કરી અને નવું મહેકમ ઊભું કરવા માંગ કરી છે. તેમજ ઇ-ગ્રામ પોલિસી રદ કરી સરકારી ધારા ધોરણ મુજબ પગાર ધોરણ લાગું કરી રક્ષણની માંગ સાથે વીસીઇ દ્વારા ઊના તા.પં. કચેરીથી પ્રાંત કચેરી સુધી મૌન રેલીનું કાઢી આવેદન પત્ર પાઠવ્યું હતું.

સરકાર દ્વારા આ તમામ માંગણીઓનું નિરાકરણ આગામી તા.13 ઓક્ટો સુધીમાં કરવા માંગ કરી છે. ત્યા સુધીમાં માંગ પુરી નહિં થાય તો ગુજરાતના તમામ વીસીઈઓ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે. 2006થી કમિશન બેઝ પર કામ કરે છે. અને સરકારની જાહેરાતોનાં લીધે પાંચ પચીસ પૈસા બાબતમાં વીસીઇઓ તથા ખેડૂતો વચ્ચે વારંવાર સંઘર્ષ થતો હોય છે.

મેંદરડામાં તલાટીની હડતાલથી ધરતીપુત્રોની હાલત થઇ કફોડી
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ દ્વારા તલાટીની હડતાલથી ખેડૂતોને પડતી હાકાલી બાબાતે આવેદન પાઠવ્યું છે. જે બાબતે પરસોતમભાઈ ઢેબરીયા, પ્રિતેશ ખુટ, હિરાભાઇ વાવૈયા, ચુનીલાલ ઢેબરીયા વગેરે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મગફળીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે પાણી પત્રકમાં મગફળીના વાવેતર અંગેના દાખલાની જરૂર પડતી હોય છે. તલાટી મંત્રીઓ હડતાળ ઉપર હોવાથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...