મુશ્કેલી:ગિરગઢડા પંથકના નેસમાં પશુ ઘાસચારો-પાણી વિના ટળવળે છે

ઊના8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રમાં સંકલનના અભાવે અસરગ્રસ્તોને મુશ્કેલી

ગિરગઢડા પંથકના જંગલ વિસ્તારમાં આવતા નેસડામાં માલધારીઓના પશુ ઘાસચારા અને પાણી વિના ટળવળે છે. તંત્રના સંકલનના અભાવે અસરગ્રસ્તો મુશ્કેલી અનુભવતા હોવાનો રોષ ઊનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશે ઠાલવ્યો હતો.પુંજાભાઈએ જણાવ્યું હતું કે, 9 મૃતક પૈકી 2 પરિવારોને સહાય ચૂકવાઇ છે. બાકીના વારસદારોને સહાય કેમ સમયસર પહોંચી નથી. ગિરગઢડા-ઊના તાલુકાનાં 13 ગામોનો સંપૂર્ણપણે સર્વે થયો છે. તો બાકીના ગામનો સર્વે ક્યારે પુરો થશે.

નુકસાનીનો રીપોર્ટ અને રકમ ક્યારે મળશે? ખેડુતો, માછીમાર, નાનાં મોટાં ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા લોકોને ઝડપથી બેઠા કરવા સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ મળેલી સતાનો જો સંપૂર્ણ અમલ કરે તો લોકોની સમસ્યા હલ થઈ શકે તેમ છે. હાલ વિજ પુરવઠો પુર્ણ સ્થાપિત કરવો મુશ્કેલ છે. કારણકે, પૂરતું રો મટીરિયલ આપવામાં આવતું નથી.

થાંભલા, સબસ્ટેશન, વાયર સહિતનો માલ નથી. વન્ય વિસ્તારમાં આવેલા માલધારીઓના નેસમાં પશુના ચરિયાણવાળા વિસ્તાર બંધ થયાં છે. ત્યાં ઘાસ-પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. વન વિભાગના પૂર્વ અને પશ્ચિમના ડેપોમાં ઘાસ સડી રહ્યું છે. કલેકટરને રજુઆત કરવાં છતાં વન વિભાગનાં અધિકારીઓ વ્યવસ્થા ઉભી કરતા નથી. રાવલ ડેમ અને મચ્છુન્દ્રી ડેમ જૂથ યોજનાનું પાણી પણ પૂરતું મળતું નથી.

વાવાઝોડું લેન્ડફોલ થયું ત્યાંના ગામોને ઓછી કેશ ડોલ મળી
તંત્રના આંકડા મુજબ જે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચી છે. અને વાવાઝોડું લેન ફોર થયું. એ દરિયાઇ પટ્ટીનાં 74 ગામને કેશ ડોલ સહાય રૂ. 11 લાખ અને ગીર પંથકમાં 34 ગામને રૂ. 16 લાખ ચૂકવાય છે.

પતરાં, છાપરા, નળિયાં, પાણીની ટાંકી પૂરા પાડવા સરકાર આગળ આવે
લોકોને ઘર ઢાંકવા પતરાં, નળિયાં અને પાણીની ટાંકીની જરૂરિયાત ઊભી થઈ છે. આ જીવન જરુરિયાતની વસ્તુના ખુલ્લેઆમ કાળા બજાર થઈ રહ્યા છે. અધિકારીઓ માત્ર સુચના આપે છે. કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. પતરાં-છાપરાં અને નળિયાની વ્યવસ્થા ઔદ્યોગિક એકમો પાસેથી કલેક્ટરે ઊભી કરવી જોઈએ. એવી માંગ પણ તેમણે ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...