તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગીર મધ્યે ‘શ્યામ’:તુલસી સાથે ગીરના જંગલમાં બિરાજે છે ‘તુલસીશ્યામ’, સિંહની ડણક અને મોરના ટહુકા વચ્ચે ભગવાનના અનોખા રૂપના દર્શન

ઉનાએક મહિનો પહેલા
ગીરના જંગલથી ઘેરાયેલું ભગવાન તુલસીશ્યામનું મંદિર
  • સાવજોની ભૂમિ ગીરની મધ્યે આવેલું તુલસીશ્યામ એક ધાર્મિક ઉપરાંત પર્યટન સ્થળ છે
  • આ મંદિરની ચારેબાજુ સિંહની વસ્તી છે
  • મંદિર સામે 500 ફૂટની ઊંચાઈએ રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે

સાવજોની ભૂમિ ગીરની મધ્યે આવેલું તુલસીશ્યામ એક ધાર્મિકની સાથે પર્યટન સ્થળ છે. આ મંદિરની ચારેબાજુ સિંહની વસ્તી છે. સિંહની ડણક અને મોરના ટહુકાથી ગુંજતા આવા વાતાવરણમાં ભગવાન શ્યામ બિરાજમાન છે. અહીં ગરમ પાણીના કુંડ પણ છે. આ મંદિરની સામે 500 થી વધુ ફૂટની ઉંચાઇએ ડુંગર પર રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. ભાવિકો અહીં પણ 400 પગથિયાં ચઢીને દર્શને જાય છે. તુલસીશ્યામ મોટર માર્ગે ગિર-સોમનાથ જિલ્લાના ઊના થી 30 કિ.મી., જૂનાગઢ થી 120 કિ.મી. અને રાજકોટ થી 185 કિમીના અંતરે આવેલું છે.

કોરોનાને કારણે આ વર્ષે મંદિર બંધ રાખવામાં આવ્યું છે

કોરોનાનાં મહામારીનાં કારણે હાલ મંદિર બંધ
હાલ કોરોના મહામારીમાં તુલસીશ્યામ મંદિર બંધ છે. પણ દર શ્રાવણ માસમાં અહીં 1 લાખથી વધુ ભાવિકો ભગવાનને શીશ નમાવવા આવે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે પણ અહીં 40 હજારથી વધુ ભાવિકો આવતા હોય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો