તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઊના શહેરમાં ચીલઝડપ કરનારા ત્રણને લોકોએ મેથીપાક ચખાડ્યો

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ત્રણેયની પુછપરછ કરી આખી ટોળકીને પકડે એવી લોકમાંગ

ઊના શહેર જાણેકે રેઢુંપડ હોય એમ બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા સોના-ચાંદીના દાગીનાની ચીલઝડપના કિસ્સા ફરી સામે આવી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં આનંદ બજારમાં 3 અજાણ્યા શખ્સોએ ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં ચિલઝડપ કરી નાસી છુટવા પ્રયાસ કરતાં લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં તેેને પોલીસને હવાલે કર્યા હતા.ઊનામાં ચિલઝડપના અને કિસ્સા બન્યા છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યાના અરસામાં 3 શખ્સોએ ચીલઝડપ કરીને નાસી છૂટવાનો પ્રયાસ કરતાં લોકોએ ત્રણેયને પકડી પાડ્યા હતા. અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

બાદમાં પોલીસને હવાલે કર્યા હતા. જોકે, પોલીસે તેઓ શંકાસ્પદ હોવાનું જણાવ્યું છે. પોલીસ આવા શખ્સોની કડક પુછપરછ કરી તેની ટોળકીમાં કેટલા શખ્સો સંડોવાયેલા છે તેની તપાસ કરે એવી લોકોમાંથી માંગ ઉઠી છે. જોકે, આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...