તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડકાયા શ્વાનનો આતંક:ઊનાનાં સામતેર ગામે હડકાયા શ્વાને 7 બાળકોને બચકાં ભર્યા

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીનાં અભાવે વાલીઓને એક-એક હજારનો ખર્ચ કરવો પડ્યો
 • સરકારી હોસ્પિટલમાં હડકવાનું ઇન્જેકશન ન હોય, ખાનગી હોસ્પિટલમાંથી રૂપિયા 1 હજારનાં ખર્ચે લેવું પડ્યું

ઊનાના સામતેર ગામે શહેરી વિસ્તારમાં રખડતો શ્વાન હડકાયુ થતાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા બાળકોને બચકા ભરી લેતા ગંભીર રીતે ઇજા પહોચી હતી. અને બાળકોને સારવાર અર્થે પ્રથમ સરકારી હોસ્પીટલે ખસેડાયેલ વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલે રીફક કરવામાં આવ્યાં હતાં.

સામતેર ગામે હકડાયેલા કુતરાએ રહેતા હેત મેહુલભાઇ જાદવ (ઉ.વ.6), રૂષિતાબેન બાલુભાઇ જાદવ, હેમાબેન રાજુભાઇ સોલંકી, તેમજ પ્રિયતભાઇ ગોરધનભાઇ સહીત સાત બાળકો બચકા ભરી લીધા હતાં. બાળકોની ઉંમર 5 થી 10 વર્ષની છે.બાળકોને બચકા ભરી લેતા ગંભીર રીતે ઇજા પહોચાડી હતી. અને આ બાળકોને ઇમરજન્સી 108 દ્વારા ઊના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા. હડકાયા શ્વાનના આતંકથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

જોકે સરકારી હોસ્પીટલમાં હડકાયા શ્વાનના ઇન્જેક્શન ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરીવારે રૂ.1 હજારના ખર્ચે ખાનગી હોસ્પીટલમાં પોતાના બાળકોને ઇન્જેક્શન મારવા જવા ફરજ પડી હતી. હોસ્પીટલમાં શ્વાનના ઇન્જેક્શન સાદા હોય અને થોડા સમયથી હડકાયાના ઇન્જેક્શન ન હોવાનું ડો.જાદવએ જણાવ્યું હતું.

ખાનગી હોસ્પીટલમાં 1 હજારનું ખર્ચે ઇન્જેક્શન લેવું પડ્યું
સામતેર ગામે રહેતા શાંતિભાઇ રામભાઇ જાદવએ જણાવ્યું હતું કે, અમે મજુરી કામ કરી ધરનું ગુજરાન ચલાવીએ છીએ અને ગઇકાલે મારા ભત્રીજો હેત જાદવને હડકાયા શ્વાને બચકુ ભરી લેતા સરકારી હોસ્પીટલે ગયા હતાં, ત્યારે હડકાયા શ્વાનનું ઇન્જેક્શન ન હોવાનું જણાવી પ્રાઇવેટ હોસ્પીટલે જવાનું કહેલ અને પ્રાઇવેટ હોસ્પીટલે રૂ. 1000 નાં ખર્ચે ઇન્જેક્શન લેવું પડ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો