તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:કંસારી ગામમાં સિંચાઇ વિભાગે ગૌચરમાં ખનનની મંજૂરી આપી

ઊના23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા સરકારના ધારાધોરણોને ધ્યાને લીધા વિના કંસારી ગામે સર્વે નં. 104માં ગ્રામ પંચાયતે તા. 9 માર્ચ 2020 ના રોજ કરેલા ઠરાવના આધારે તળાવ બનાવવા મંજૂરી આપી છે.

આથી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમે ખનન કરનાર સદ્ભાવ એન્જીનિયરીંગ લિ. સામે ફરિયાદની કરવાની તજવીજ હાથ ધરી છે. આ અંગેના રિપોર્ટના આધારે મામલતદાર દ્વારા તપાસ કરાતાં છેલ્લા 1 માસથી માટીનું ખનન કરાયું છે. સ્થળ પર કંપનીને માટી ખોદવા માટે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા તા. 12 માર્ચ 2020 થી તા. 31 મે 2020 સુધી 80,000 ઘન મીટર જથ્થો ઉપાડવા મંજૂરી અપાઇ છે. પણ સ્થળ પર કોઈ જાતની ચકાસણી કર્યા વિના માટી ઉપાડવાની મંજૂરી અપાયાનું સ્પષ્ટ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...