તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીરગઢડાની કાકડી મોલી સીમ ખેતી વાડી વિસ્તારમાં પરીવાર સાથે ખેતરમાં કપાસ વિણતી યુવતી પર અચાનક દીપડો આવી હુમલો કરી દેતા પગના ભાગે ઇજા કરી નાશી છુટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલીક ઇમરજન્સી સેવા 108 મારફતે ઊના સરકારી હોસ્પીટલે ખસેડાવામાં આવી હતી.
કાકડીમોલી સીમ વિસ્તારમાં આવેલ દેવાયત પરસોત્તમભાઇ રાખોલીયાની વાડીમાં કપાસનું વાવેતર કરાયેલું હોય. જે જમીનને બાલુભાઇ બારૈયાએ ભાગીયા તરીકે રાખી હોય. જેમાં સમી સાંજના સમયે પરીવારના આઠ વ્યક્તિઓ કપાસ વિણતા હતા. તે દરમ્યાન અચાનક જ દીપડો ખેતરમાં આવી ચડતા શિલ્પાબેન બાલુભાઇ બારૈયા ઉ.વ.19 પર દીપડાએ હુમલો કરી દેતા યુવતીના પગના પાછળના ભાગે નોરથી ઇજા પહોંચી હતી. યુવતી પર દીપડાએ હુમલો કરતા રાડારાડ કરવા લાગતા તેમના પિતાએ હાકલા પડકારા કરતા દીપડો હુમલો કરી ત્યાંથી નાશી છુટ્યો હતો.
આ અંગેની જાણ 108ને કરતા તાત્કાલીક ધટના સ્થળે પહોંચી યુવતીને ઊના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે. વનવિભાગ દ્વારા આ ખૂંખાર દીપડાને પાંજરે પુરવા માંગણી ઉઠી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.