નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યાં:ગીરગઢડામાં 30 વર્ષે 3 ફૂટનાં યુવાનને મળી પોણા ત્રણ ફૂટની સુકન્યા; પરણવાનું સપનું થયું સાકાર, રસુલપરામાં વાજતે-ગાજતે જાન આવી

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવદંપતિની તસવીર - Divya Bhaskar
નવદંપતિની તસવીર
  • વિધાતાએ લખેલા લેખમાં કોઇ મેખ મારી શકતું નથી

ગીરગઢડામાં 3 ફુટની ઉંચાઈ ધરાવતો યુવાન બગીમાં બેસી રસુલપરા ખાતે પરણવા પહોચ્યો હતો. અને પોણા ત્રણ ફૂટની ઉંચાઈ ધરાવતી યુવતી સાથે સપ્તપદીનાં સાત ફેરા ફર્યા હતા.વિધાતાએ લખેલા લેખમાં કોઇ મેખ મારી શક્તુ નથી. આ કહેવત સાર્થક થઈ છે. ગીરગઢડામાં રહેતો ત્રણ ફુટનો વરરાજો ડી.જેના તાલે બગીમાં પોણા ત્રણ ફુટની કન્યા સાથે પરણવા પહોચ્યો હતો. અને લોકોએ આ નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા.

ગીરગઢડામાં રહેતા ભીખાભાઇ કાળુભાઇ બાંભણીયાની લંબાઇ ત્રણ ફુટની હોય રસુલપરા ગામના હંસાબેન વશરામભાઇ સોલંકીની લંબાઇ પોણા ત્રણ ફૂટની છે. અને બંનેનાં લગ્ન નક્કી થયા હતા. અને રસુલપરા ગામે વાજતે ગાજતે અને ડીજેનાં તાલ સાથે બગીમાં બેસી ભીખાભાઈ પરણવા પહોચ્યા હતા. અને વરઘોડો નિકળ્યો હતો. જેમાં બંનેનાં પરિવારજનોનાં સભ્યો અને કુટુંબીજનોએ ઉપસ્થિત રહી વર-કન્યાને આર્શીવાદ આપ્યા હતા.

ધાર્મિક કાર્યક્રમમાં પાત્ર ભજવે છે
ભીખાભાઇ જયમુરલીધર રામામંડળ સાથે જોડાયેલા છે. અને જેમાં પ્રધાન અને ગગુડીયાનું કોમેડી પાત્ર ભજવે છે. જ્યારે કન્યા હંસાબેન ઘરકામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...