તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • If The Work Of Una Road Does Not Start In 8 Days, Then The People Are Tired Of Traffic Jams, Agitation, Reassurance Of The System, Just One Thing Now, Renovate The Road.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનની ચીમકી:ઊનાના રોડનું કામ 8 દિ'માં શરૂ નહી થાય તો ચક્કાજામ, આંદોલનની ચીમકી, તંત્રના આશ્વાસનથી હવે પ્રજા કંટાળી, બસ હવે તો એક જ વાત રોડનું નવીનીકરણ કરો

ઊના4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊના શહેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મંત્રીને સંબોધી ડે.કલેક્ટરને આવેદન પાઠવ્યું

ઊના શહેરમાંથી પસાર થતો રસ્તો એટલી હદે બિસમાર બની ગયેલ છે. કે આ રોડ વાહન ચાલક તથા રાહદારી માટે માથાના દુખાવા સમાન બની ગયેલ અને ઊના શહેરને ધુળીયા શહેરની ઓળખ આપનાર આ રોડનું નવિનીકરણ કરવા માટે તંત્ર નિરસ બની ગયેલ હોય અને પ્રજાને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. ત્યારે પ્રજામાં પણ નમાલી નેતાગીરીની ચર્ચાઓ ઉઠવા પામેલ છે.

આ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રીને સંબોધી આવેદન પત્ર પાઠવી 8 દિવસમાં આ રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ કરવામાં નહી આવે તો ચક્કાજામ સહીત ઉગ્ર આંદોલન કરવાનું રણશીંગુ ફુકતા હવે તંત્ર હરકતમાં આવશે કે પછી આશ્વાસનના બે શબ્દો બોલી સંતોષમાની લેશે? તે એક મોટો સવાલ છે. શહેરના મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માત સર્જાય છે.

હાલ ઊના બાયપાસ હજુ શરૂ થયેલ ન હોવાથી મોટા વાહનો પણ ઉના શહેરની મધ્યમાંથી પસાર થતા હોય અને શહેરનો અંદાજે 2 થી 3 કિ.મી.નો રસ્તો અતિ બિસ્માર હોવાથી ટ્રાફીક સમસ્યા પણ વ્યાપક જોવા મળતી હોય છે. જ્યારે ધણી વખત એમ્બ્યુલન્સ પણ સમયસર દર્દીઓને હોસ્પિટલ સુધી પોહચાડી શક્તી ન હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

તંત્ર દ્રારા રસ્તાના નવીનીકરણ બાબત ફક્ત પોકળ વાતો કરતા હોય પણ કામ શરૂ ન થતા ઊના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઇશ્વરભાઇ જેઠવાણી સહીતના હોદેદારો તથા વેપારીઓ દ્વારા ઊના ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવી હાઇવેના નવિનીકરણનું કામ આઠ દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો ઊના બંધ રાખી ચક્કાજામ સહીતના આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

હવે આશ્વાસનો નહી રોડનું નવિનીકરણ કરો
ઊના શહેરને ધૂળીયા શહેરની ઓળખ આપનાર બિસ્માર હાઇવે રોડ બાબતે અનેક રજુઆતો કરવામાં આવતી હોવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા આશ્વાસન અપાતું હતું. પણ હવે આશ્વાસન નહી પરંતુ રોડના નવિનીકરણનું કામ શરૂ કરાવોનો શૂર વેપારી મંડળ માંથી ઉઠવા પામેલ છે.

રસ્તા માટે રાજકારણ ભુલી પ્રજાના હીત માટે રસ્તા પર આવો
રસ્તાની મરામત માટે રાજકારણ ભુલી પ્રજાના હીત માટે આગેવાનોએ રસ્તા પર ઉતરી રસ્તાની કામગીરી શરૂ કરાવામાં આવે તેવી પ્રજા માંથી માંગણી ઉઠવા પામેલ છે. કેમ કે પ્રજા અંતે તો આગેવાન પાસે રજુઆત કરવા જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો