તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:મકાનની સહાયનો નિયમ 95 હજારનો, મળી 25 હજાર

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊના નજીકના કાણકબરડા ગામમાં ધરાશાયી થયેલા કાચા મકાનની પૂરતી સહાય ચૂકવો

ઊનાના કાણકબરડા ગામે રહેતા ગરીબ પરીવારનું કાચું રહેણાંક મકાન વાવાઝોડાના કારણે સંપૂર્ણ ધરાશાયી થઇ ગયું છે. મકાનની ઘરવખરી સહિતને ભારે નુકસાન થયું છે. બહારની ટીમે તેનો સર્વે પણ કર્યો હતો. પણ એ પરિવારને સહાય સરકારના નિયમ મુજબ નથી ચૂકવાઇ. ઊનાના કાણકબરડાના નારણભાઇ ચનાભાઇ ખટાણાએ તાલુકા વિકાસ અધિકારીને એવી રજૂઆત કરી છેકે, પોતાનું કાચું રહેણાંક મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઇ ગયું છે. જેની સરકારના નિયમ મુજબ રૂ. 95 હજાર સહાય મળવી જોઇએ. તેને બદલે માત્ર 25 હજાર રૂપિયાની સહાય ચૂકવાઇ છે. જે રકમ મકાન ફરી ઉભું કરવા મળેલી સહાયમાં પૂરું ન થઇ શકે.

આથી હાલ તેમને ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો છે. આથી મકાનની સહાય સરકારના નિયમ મુજબ ન્યાયિક રીતે ચૂકવવા જણાવ્યું છે. ઉમેજ ગ્રામ પંચાયતે વાવાઝોડાના અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, મકાન નુકસાની, બાગાયતી અને ખેતીવાડી નુકસાનની સહાય આપવા ટીડીઓને રજૂઆત કરી હતી. તો સનખડા ગામે ખેતીવાડી વિસ્તારની વિજલાઇન તાત્કાલીક શરૂ કરવા જિ.પં. સભ્ય વીરાભાઇ બોઘાભાઇ ઝાલાએ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...