ઘોડી પર બેસવાનો શોખ ભારે પડ્યો:ફુલેકામાં ફટાકડા ફૂટતાં ઘોડી ભડકી, વરરાજાને લઈને ભાગતા 8 ને ઈજા

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેજ ગામમાં વરરાજાને ઘોડી પર બેસવાનો શોખ ભારે પડ્યો
  • ​​​​​​​એક કિમી દૂરથી ઘોડીની લગામ પકડી વરરાજાને બચાવાયો

ઊના તાલુકાના નાના એવા ઉમેજ ગામમાં ગઈકાલે રાજુલા તાલુકાના નિગળા ગામમાં વરરાજો ઘોડી પર સવાર હતો. દરમ્યાન ફુલેકામાં ફટાકડો ફૂટતાં ઘોળી ભડકી ઉઠતાં આઠ લોકોને ઈજા પહોંચાડી હતી. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉમેજ ગામમા રહેતા બાબુભાઇ નાગજીભાઈ ધામેલીયાની પુત્રીના લગ્નની જાન રાજુલા તાલૂકાના નિગાળા ગમેથી આવી હતી. જેના ફુલેકા દરમ્યાન વાજતે ગાજતે આગળ વધતા હતા. ત્યારે આચનક જ કોઈએ ફટાકડો ફોડતા ઘોડી ગભરાઈ ગઈ અને વરરાજાને લઈ 108ની સ્પીડે રોડ પર દોડવા લાગી હતી.

આ દ્રશ્યો જોઇ જાનૈયા અને ગ્રામજનો અચંબામાં પડી ગયા અને પકડો-પકડો બચાવો-બચાવોની બુમો પાડવા લાગ્યા હતા. આથી ગામના યુવાનોએ બાઇક લઇ ઘોડીની પાછળ જતાં અલ્લારખા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી ઘોડીની લગામ પક્ડી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી લગ્નના માંડવે સલામત પહોચાડતાં કન્યા પક્ષે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...