માંગ:ઊના પથંકમાં ખેતીનો સર્વે યુદ્ધના ધોરણે કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

ઊના8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડી વિસ્તારમાં વિજ પુરવઠો કાર્યરત ન હોવાથી માલઢોરને પાણી મળતું નથી

વાવાઝોડા બાદ ઊના શહેરમાં વિજ પુરવઠો પૂર્વવત થયો છે. પરંતુ હજુ સુધી ગ્રામ્ય વિસ્તારમાં વિજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો નથી. જેથી વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સમગ્ર પંથકમાં તમામના માલઢોર વાડીએ જ બંધાતા હોય છે. પરંતુ લાઈટ ન હોવાથી પાણી પાવાની મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે વિજય રૂપાણી ઊના આવ્યા ત્યારે જાણાવ્યું હતું કે કચ્છને ભૂકંપ પછી જેમ ઉભુ કર્યું તેવી રીતે ઊનાને ઉભુ કરવામાં આવશે. પરંતુ ઊના પંથકની સ્થિતી જોઇએ તો ખાલી વાતો જ થતી હોય તેમ વર્તાઈ રહ્યું છે. જેમાં ગોકળ ગાઈની ગતિએ કામ થઇ રહ્યુ છે ખેતી વિસ્તારોમાં સર્વે જ કરવામાં આવ્યા નથી. જો યુદ્ધના ધોરણે કામ નહિ કરવામાં આવે તો ચોમાસું બેસી જશે અને 4 મહિના સુધી કામ નહિ કરી શકાય અને વાડી વિસ્તારમાં રહેતા લોકો અને માલઢોર હેરાન પરેશાન થશે. ત્યારે ઊનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુણવંતભાઈ તળાવિયા, ઊના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઇ ડાભી,યુથ કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ બાંભણિયા સહિત કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...