અકસ્માત:ઊના-ભાવનગર હાઈવે પર હીટ એન્ડ રન, એકનું મોત

ઊના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો

ઊના-ભાવનગર હાઇવે રોડ પર હીટ એન્ડ રનની ઘટના અવાર-નવાર બનતી રહે છે. ત્યારે ગત રાત્રીના સમયે ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ બીજલભાઇ ભાગવાનભાઇ ગોઢાણીયા ઉ.વ.53 રહે. કાણકબરડા તે પોતાની બાઇક પર પતિ-પત્ની કાણકબરડા ગામેથી દૂધ લઈને આવી રહ્યા હતા. દરમ્યાન સવારના આઠ વાગ્યાની આસપાસ ઊના બાયપાસ નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ફંગોળાઇ જતા અકસ્માત સર્જાયો હતો.

જેના પગલે બીજલભાઇ નીચે પટકાતા તેમના માથા પર ટ્રકનું વીલ ફળી વળતા ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજતાં અરેરાટી મચી જવા પામી હતી. અક્સ્માત સર્જી ટ્રક ચાલક નાશી છુટ્યો હોય પોલીસે પોલિસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...