તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલ્લાબોલ:છત છે એમને પૂરતી સહાય મળી, છત નથી તેને સહાયની ફુટી કોડી પણ નહીં

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલુકા પંચાયત કચેરીનાં પટાંગણમાં જ ગામ લોકોએ સમસ્યાની રજુઆત સાથે પ્રમુખનાં પતિને ઘેરાવ કરી લીધો. - Divya Bhaskar
તાલુકા પંચાયત કચેરીનાં પટાંગણમાં જ ગામ લોકોએ સમસ્યાની રજુઆત સાથે પ્રમુખનાં પતિને ઘેરાવ કરી લીધો.
  • ઊનાના ખત્રીવાડા તા.પં.પ્ર. પતિના ગ્રામજનોએ ઘેરાવ કર્યો
  • અધિકારી દ્વારા કચેરીને તાળા મારી મોબાઈલ બંધ કરી દીધા

વાવાઝોડાને દોઢ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં ખત્રીવાડા ગામના શ્રમિક વર્ગના ગ્રામજોનોને સહાય ન મળતા ઊના તાલુકા પંચાયત કચેરીમાં હલ્લાબોલ કરી પ્રમુખ પતીનો ઘેરાવો કરી જેને છત છે એમને પુરતી સહાય અને જેમને છત નથી તેને સહાયની ફુટી કોડી પણ નથી મળી તેવા આક્ષેપો કર્યા હતા.

દરીયાઇ કાંઠાના 4 હજાર વસ્તી ધરાવતા ખત્રીવાડા ગામના લોકોને વાવાઝોડામાં ભારે નુકશાની બાદ પણ ઘર વખરી સહાય નહીં ચુકવાઈ નથી. જેથી મહીલા બાળકો યુવાનોએ પંચાયત ગ્રાઉન્ડમાં પ્રમુખ પતિ સામતભાઇ ચારણીયાનો ધેરાવ કરી સહાય અંગે ઉગ્ર રજુઆત કરી હતી. અને ધરણા પર બસી જતાં અધિકારીઓએ પોતાના મોબાઇલ બંધ કરી અને દરવાજાને તાળા મારી દેતા અસરગ્રસ્ત પરીવારોમાં ભારે રોષ ફેલાયો હતો. દરમ્યાન પ્રમુખે માંગણી સ્વીકારી ટુંક સમયમાં તાલુકા વિકાસ અધિકારીને ગામની મુલાકાત લઇ ઘટતું કરવા ખાત્રી આપી હતી.

અધિકારી ઉકેલ લાવતા નથી
બહારથી મુકાયેલ સર્વે ટીમે ગોટાળા કર્યા છે. અને તાલુકાભરના લોકો સહાયથી વંચિત રહ્યા છે. સહાય ચુકવવા સતત પ્રયત્ન કરીએ છીએ પણ અધિકારીઓ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવતા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. > સામતભાઈ, તાલુકા પંચાયત મહીલા પ્રમુખ પતિ

અન્ય સમાચારો પણ છે...