તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:રેવદ, કાજરડીના લોકોનું સહાય ન મળતાં હલ્લાબોલ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબો રહી ગયા, ખોટા લોકો સહાય લઇ ગયાના આક્ષેપ સાથે આવેદન પત્ર પાઠવાયું

ઊના તાલુકાના રેવદ અને કાજરડી ગામોના વાવાઝોડાના અસરગ્રસ્તો પૈકી જેમને સહાય નહોતી મળી. તેઓએ આજે તાલુકા પંચાયત કચેરીએ હલ્લાબોલ મચાવી હતી. અને ખોટા લોકો સહાય લઇ ગયાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ તકે અધિકારીઓ રીતસર કચેરી છોડીને ભાગ્યા હતા. ઊનાના રેવદ અને કાજરડી ગામમાં તાઉતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. તલાટીઓ અને સર્વે ટીમોએ આડેધડ ફોર્મ ભરી અસરગ્રસ્તોની થયેલી નુકસાનીનું વળતર પુરેપુરૂં લખવાને બદલે અધૂરા સર્વે કરી સાચા અસરગ્રસ્તની બાદબાકી કરી નાંખી હતી.

આથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો સહાયથી વંચિત રહ્યાના આક્ષેપ સાથે ઊના તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી તેમજ તાપં પ્રમુખ, ટીડીઓ સમક્ષ રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો. લોકોએ એવા આક્ષેપ કર્યા હતા કે, અસરગ્રસ્તોએ પોતાના આધાર પુરાવા સાથે માંગણી કરી હોવા છતાં સહાય ચૂકવાઇ નથી. અને કેટલાક લોકો અસરગ્રસ્ત ન હોવા છતાં એકજ ઘરના 3 થી માંડી 5 લોકો સંયુક્ત પરીવારમાં રહેતા હોવા છતાં તેને બિનજરૂરી સહાયો ચૂકવી દેવાઇ છે. આથી ભારે વિવાદ સર્જાયો છે.

આ તકે જવાબદાર અધિકારીઓ અસરગ્રસ્તોની મદદ કરવાને બદલે પોતાની કચેરીઓ છોડી જતા રહ્યા હતા. અંતે સંતોષકારક જવાબ ન મળતાં તાલુકા પંચાયત કચેરી અને ઊના મામલતદાર કચેરીમાં દેકારો મચાવી આવેદનપત્ર આપી તાત્કાલીક સહાય ચૂકવવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...