મેઘ મહેર:નાઘેરમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ : વરસાદી માહોલ વચ્ચે અમુક ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાં

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પડા, કાંધી, મહોબતપરા, મોટા સમઢિયાળા સહિતના ગામમાં દોઢ ઇંચ વરસાદ : પાકને નુકસાન

નાઘેર પંથકમાં મેઘરાજાએ છેલ્લું અઠવાડિયું વિરામ લીધા બાદ આજે ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બપોરના સમયે આકાશ ગોરંભાયું હતું. અને વરસાદ વરસતાં ખેતરોમાં તેમજ ગ્રામ્ય રસ્તા પરથી પાણી વહેતા થયા હતા. બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા. ઊના શહેરમાં પણ છાંટણા પડ્યા હતા. વરસાદને પગલે ગ્રામ્યમાં માર્ગો પર પાણીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. જ્યારે ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા. નાઘેર પંથકના ભાચા, કાંધી, પડાપાદર, મહોબતપરા, મોટા સમઢિયાળા સહિતના ગામોમાં 2 કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે નાંદરખ, નેસડા, ઉમેજ, પાતાપુર, સનખડા, ગાંગડા, સામતેર, કાણકબરડા, ગરાળ, ઉમેજ, પાતાપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં વરસતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. જોકે, અઠવાડિયા બાદ ફરી વરસાદના કારણે પાકને નુકસાન થતા હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

મગફળીના પાથરા પલળ્યા
ખેડૂતોએ મોંઘા બીયારણ ખરીદી, મગફળીનો પાક તૈયાર કર્યો હતો. જે મહામહેનતે તૈયાર થયેલા મગફળીના પાથરા વરસાદી માહોલમાં પલળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...