તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:તરસ લાગે ત્યારે કુવો ખોદવા બેસવાની કહેવત સાર્થક કરતું ગીર-સોમનાથ જિલ્લાનું વહિવટી તંત્ર

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની આંગણવાડીમાં 5 વર્ષ પહેલા અગ્નિશામક લગાડવામાં આવ્યા બાદ તંત્ર નિંદ્રાવસ્થામાં
 • પાંચ વર્ષમાં એક વખત પણ ચેક કરવાની તસ્દી લેવામાં આવી નથી

ગીર-સોમનાથ જિલ્લામાં પણ આંગણવાડી કેન્દ્રમાં અકસ્માતે જો આગ લાગે તો તેની સામે રક્ષણ માટે અગ્નિશામક અંદાજે 5 વર્ષ પહેલા આપવામાં આવ્યા હતા. પરંતું અગ્નિશામક આપ્યા બાદ તંત્ર દ્વારા આગ લાગે ત્યારે કેવી રીતે ઉપયોગ કરવો તેવી કોઇ માહીતી કે તાલીમ અપાઇ નથી. આંગણવાડી કેન્દ્રમાં અગ્નિશામક માટે 5 વર્ષ દરમ્યાન અત્યાર સુધીમાં કોઇ રીફીલીંગ કે ટેસ્ટીંગનું કામ અથવા મેન્ટેનન્સની કે બદલવાની કામગીરી પણ કરવામાં આવી નથી. એક તરફ ગુજરાત સરકાર પ્રવર્તમાન આગને કારણે બનતી દુર્ધટના તેમજ જાનહાની સામે લાલ આંખ કરી રહી છે. તેમજ કાયદો-આરોગ્ય તેમજ સલામતી બાબતે પોકળ દાવા કરતું આ તંત્ર દ્વારા આંગવાડી કેન્દ્રની સલામતી અને સુરક્ષા સામે જરા પણ ધ્યાન દેવામાં આવતુ ન હોવાની ગંભીર નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. આગ લાગવાથી આંગણવાડી કેન્દ્રમાં જતા નાના બાળકો સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ, કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને લાભાર્થીઓની જાનહાની થવાની શક્યતા રહેલી છે. મળેલ માહીતી મુજબ છેલ્લા 10 મહીનામાં રાજ્યમાં આગ લાગવાના 10 કરતા પણ વધુ બનાવ બન્યા છે. જેમાં અંદાજે 40 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે સરકાર દ્વારા શું આગ લાગે ત્યારે જ કુવો ખોદવા બેસવાનુ કે આંગણવાડી કેન્દ્રમાં બાળકો રેગ્યુલર આવતા થાય તે પહેલા જરૂરી સુરક્ષા અને સલામતી માટે કોઇ પગલા લેવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો