તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:સૌરાષ્ટ્રના પાલિકા શાસિત શહેરોમાં પ્રથમ વખત ઊનામાં ટાઉનહોલ બનશે

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊના પાલિકાનું 2021-22 નું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

ઊના નગરપાલીકાના સૈથી નાની વયના પ્રમુખ જલ્પાબેન જેન્તીલાલ બાંભણિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં બજેટની સાથે ઊના શહેરના નગરજનોને આગામી સમયમાં અનેક વિકાસ કામોની ભેટ આપતા ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ હતી. ખાસ કરીને શહેરના દેલવાડા રોડ પર ઓપન એર થિયેટરની બાજુમાં અદ્યતન કોમ્યુનિટી હોલ (ટાઉન હોલ) આગામી ટુંક સમયમાં તૈયાર થનાર હોય તેનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. 500 ની બેઠક વ્યવસ્થા સાથે સંપૂર્ણ એરકંન્ડીશન્ડ આ ટાઉન હોલ સૌરાષ્ટ્રના નગરપાલીકા શાસીત શહેરોમાં પ્રથમ છે.

એ રીતે દેલવાડા રોડ પર ટાઉનહોલની બાજુમાં જ અદ્યતન સુવિધામય સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાના કામને પણ મંજુરી માટે સંલગ્ન વિભાગોમાં મોકલાયું છે. શહેરના હિરા તળાવથી મચ્છુન્દ્રી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર, નવી સ્ટ્રીટ લાઇટોના કામો, સીસી રોડ, બ્લોક પેવીંગ તેમજ ઊના શહેરમાં આવેલી નગર પાલીકાની માલીકીની જમીનો ફરતે કંપાઉન્ડ વોલના કામોને પણ પૂર્ણ કરવાની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવેલ હતી.

સાથો સાથ શહેરના જુના ગામતળ વિસ્તારમાં પાણીની નવી લાઇન, ડ્રેનેજ, રસ્તા તથા સ્ટ્રીટ લાઇટના કામો નવેસરથી કરવાનું આયોજન કરેલ છે. તેમજ ગુજરાત સરકારની જલ સે નલ યોજના હેઠળ નગરપાલીકા વિસ્તારમાં પીવાનું શુધ્ધ પાણી પ્રતિદીન નિયમીત રીતે મળી રહે તે માટેના ડીપીઆર મંજુર અર્થે મોકલવામાં આવેલ છે.. આ કામો પણ આ વર્ષે પૂર્ણ કરવાની જોગવાઇ છે. 2021-22 ના વર્ષની કુલ આવક રૂ. 30,64,92,000 થશે. જેની સામે રૂ. 30,43,95,000 નો ખર્ચ થશે. આમ રૂ. 21,00,000 ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો