તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રાહત પેકેજ મુજબ સરકાર સહાય ન ચૂકવતી હોવાની માછીમારોની ફરિયાદ

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે મત્સ્યોદ્યોગના નિયમ મુજબ સહાય ન ચુકવતા રકમ વધારવા માંગ

તાઉતે વાવાઝોડાએ બંદરકાઠા વિસ્તારમાં માછીમારોને ભારે નુકશાની થતાં માછીમાર ઉદ્યોગ ભાંગી પડ્યો છે. ઉદ્યોગને ફરી બેઠો કરવા રાજ્ય સરકારે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. મળતી સહાય ઓછી હોવાની ફરિયાદ ઉઠી છે. માછીમારોને બોટ નુકશાની ઝાળ સાધનો, મશીન, તેમજ છુટક સામાન વગેરેની સહાય ત્રણ વિભાગમાં અલગ-અલગ સર્વે કરાયો હતો. જેમાં બોટની 50 ટકા નુકશાની તેમજ 25 ટકા ઝાળ મશીનની નુકશાની વળતર પેટે રકમ ચુકવાની હતી. પરંતુ રાજપરા ગામના બોટ માલીક પ્રકાશભાઇ બાંભણીયાની બોટને રૂ.3.50 લાખનું નુકશાનીનો સર્વે કર્યો હતો.

છતાં તેમના ખાતામાં સહાયની રકમ પેટે રૂ.50 હજાર આવતા માછીમારોમાં આ સહાય તદન ઓછી હોવાથી અને માછીમાર ક્યારેય પણ નુકશાની માંથી બહાર આવી શકે નહીં તેવા શુર ઉઠવા લાગ્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજ ખુબજ નહીવત હોવાના કારણે માછીમારોની આર્થિક હાલત ધણી કફોડી બની છે.

સરકારે ચુકવેલ સહાય ખુબજ ઓછી હોવાના કારણે બોટો રીપેરીંગ કરવી મુશ્કેલ બની રહ્યુ છે. સર્વે મુજબની બાકી રહેતી રકમ ફાળવવા તેમજ બંદર કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને મકાન સહાય તેમજ ધંધા સાથે સંકળાયેલ વેપારીને વળતર ચુકવવા ઊના તાલુકા કોળી સેના પ્રમુખ રમેશભાઇ બાબુભાઇ સોલંકી સહીત આગેવાનોએ ડે.કલેક્ટને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...