ઉચ્ચકક્ષાએ અગાઉ રજુઆત:ઊનાના સૈયદ રાજપરાની શાળાનાં મેદાનમાં પડેલા ખાડા ચોમાસા પહેલાં પુરો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાના સૈયદ રાજપરા પ્રાથમિક શાળાના મેદાનમાં આવેલ પાણીના ખાડામાં ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતો હોવાથી શાળામાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર ન પડે આથી ચોમાસાની સીઝન પહેલા આ ખાડાને બુરી દેવામાં આવે અને માધ્યમિક શાળાનું બિલ્ડીંગ બનાવવા અંગે સરપંચ ભરતભાઇ કામલીયા દ્રારા ઉચ્ચકક્ષાએ અગાઉ રજુઆત કરાય હતી.

ગીર- સોમનાથ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓડીનેટર દ્રારા શિક્ષણ વિભાગ પ્રા.મા.ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગાંધીનગરને પત્ર દ્વારા રજૂઆત કરેલ જેમાં સૈયદ રાજપરા પ્રા. શાળા મેદાનમાં માધ્યમિક શાળા બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવેલ હોય ગામના સરપંચ તથા સભ્યો દ્રારા પ્રા.શાળાના કેમ્પસમાં માધ્યમિક શાળા બનાવવા માટે જમીનનું ટેસ્ટીંગ પણ સમગ્ર શિક્ષા કચેરી દ્રારા કરવામાં આવેલ છે.

જેના બાંધકામના પ્લાન અને સ્ટ્રક્ચર ડિઝાઇન પણ થઇ ગયેલ હોય માધ્યમિક શાળાના બિલ્ડીંગ બનાવવા માટે એજન્સી પણ નક્કી કરવામાં આવેલ પરંતુ મટીરીયલના અસહ્ય ભાવ વધારાના કારણે ગાંધીનગર રીટેન્ડરીંગની પ્રોસેસ કરી એજન્સી નક્કી થયે બાંધકામ સત્વરે ચાલુ કરાશે. અને શાળામાં જે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે તે જગ્યા ઉપર પાઇપ ફાઉન્ડેશન કરી બાંધકામ હાથ ધરવામાં આવશે. સાથે બિલ્ડીંગનું બાંધકામ ચાલુ થશે. ત્યારે પાણી ભરાવાના પ્રશ્નો કાયમી માટેની સમસ્યા હલ થઇ જશે તેવો પત્રમાં જણાવેલ.

અન્ય સમાચારો પણ છે...