તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિજ પુરવઠા માટે ગાંગડા ગામના 50 ખેડૂતો વિજ કચેરીએ દોડી ગયા

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 પરિવારો, 500 માલઢોરને પાણી માટે પણ પાવર આપવા રજૂઆત કરાઇ

ઊના તાલુકાના ગાંગડા ગામના વાડાટીંબો વિસ્તારોમાં 200 પરીવારોનો વસવાટ છે. અહીં તાઉતે વાવાઝોડ પછી આજ દિવસ સુધી ખેતીવાડીની વિજ લાઇન શરૂ ન થતાં 50 ખેડૂતો ઊના પીજીવીસીએલ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા. અને વરસાદ પહેલાં તાત્કાલીક વિજપોલ ઉભા કરી વિજપુરવઠો શરૂ કરવા માંગ કરી હતી.

આ ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે, જરૂર પડ્યે આ વિસ્તારના ખેડૂતો તમને સહકાર આપશે. પોલ લઇ જવા માટે ટ્રેક્ટરની જરૂર પડે તો પણ અમે આપીશું. અમારા વાડી વિસ્તારમાં પાંચસો માલઢોર હોઇ તેમને પીવાનું પાણી કુવામાંથી રોજ સિંચીને ભરવું પડે છે. જનરેટર મંગાવીએ તો રોજ કેટલા રૂપિયાનું ડિઝલ જોઇએ જે પુરૂં ન પડે. અને ઘાસચારો પણ નથી.આથી તાત્કાલીક વિજપુરવઠો શરૂ કરવા વિજપોલ તાત્કાલીક ઊભા કરવામાં આવે કારણકે, વાતાવરણ ખરાબ હોઇ જો વરસાદ પડી જશે તો પછી વિજપોલ ઊભા કરવામાં મુશ્કેલી પડશે. દરમ્યા ઊના પીજીવીસીએલના અધિકારી રાઠોડે વિજપુરવઠો શરૂ કરવાની કામગિરી ચાલુ હોલ વ્હેલીતકે કામગિરી શરૂ કરવા ખેડૂતોને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...