વાણીવિલાસ:ગીરગઢડાના ધોકડવા ગામે મહિલા સરપંચના પતિ-ભાઈએ યુવાનને ગાળો ભાંડી, 12 મિનિટથી વધુની ઓડિયો ક્લિપ વાયરલ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધોકડવા ગામે ગૃપમાં કોઇએ ગૌચરની જમીન ખુલ્લી કરાવવાને લઇ મેસેજ કરતા મામલો બિચક્યો

ગીરગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયતની ચુંટણીમાં એભલભાઇ બાંભણીયાની પેનલનો જંગી બહુમતીથી વિજય થયો અને અભેલભાઇના પત્નિ સરપંચ તરીકેનો વિધીવત ચાર્જ સંભાળ્યા બાદ પણ મહીલા સરપંચના પતિ તેમજ તેમના ભાઇ દ્રારા રાગદ્રેષ રાખવામાં આવતો હોવાનો સૂર લોકોમાંથી ઉઠવા પામેલ છે. ત્યારે તાજેતરમાં થોડા દિવસ પહેલા મહીલા સરપંચના પતિ પર મહીલાની છેડતી થયાની ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાયા બાદ પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાંજ ધોકડવા ગામના મહીલા સરપંચના પતિ અને તેમના ભાઇ સત્તાના મદમાં વાણી વિલાસ ભુલ્યા હોય તેમ ગામની એક વ્યક્તિને ફોનમાં ગાળો ભાંડતા હોવાની ઓડીયો ક્લીપ વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગામની ગૌચર ખુલ્લી કરવા મેસેજ કર્યો
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોકડવા ગામમાં સરપંચનો ચાર્જ સંભાળતાની સાથે મહીલા સરપંચના પતિ અને તેમના ભાઇ ચુંટણી સમયનો રાગદ્રેષ રાખતા હોવાનો એક તરફ પ્રજામાંથી સૂર ઉઠવા પામેલ છે. અને આ વાતને સાર્થક કરતા હોય તેમ મોબાઇલના વોટસએપ ગૃપમાં કોઇએ સરપંચના પતિને ગામની ગૌચર ખુલ્લી કરવા માટેનો મેસેજ કરતા સરપંચ પતિના ભાઇએ એ વ્યક્તિને ફોન કરેલ અને વોટ્સએપ ગૃપમાં કોમેન્ટ કરવા બાબતે ગાળો ભાંડી હતી.

સરપંચ પતિના ભાઇએ ન શોભે તેવી ભાષા વાપરી
​​​​​​​
તો સામેની કોમેન્ટ કરનાર વ્યક્તિ પણ ગાળો ભાંડવામાં પીછેહઠ ન કરતો હોય તેમ સરપંચ પતિના ભાઇને દરેક વાતની સામે વાતમાં જવાબ આપેલ અને ગાળ સામે ગાળ બોલીને જવાબ આપેલ 12 મિનીટથી વધુની ઓડીયો ક્લીપમાં સરપંચ પતિના ભાઇ પ્રવિણભાઇ બાંભણીયા દ્રારા આ વાત કરનાર ધોકડવાના વતની સુરત હોય તેમને કહે છેકે, તું સુરત છો અને ત્રણ દિવસમાં તને પ્રવિણ બાંભણીયાની ઝલક મળશે. અને પ્રવિણ બાંભણીયાની એક ધોલ ખમી ન શકે, આમ ચુંટણીનો રાગદ્રેષ રાખી અથવા તો મોબાઇલના વોટ્સએપગૃપમાં ગૌચર જમીન પર થયેલ દબાણ દૂર કરવાની અંગે કોમેન્ટ કરતા સરપંચ પતિના ભાઇના પેટમાં તેલ રેડાયુ હોય તેમ એમને ન શોભે તેવી ભાષામાં વાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે. હાલ આ ઓડીયો ક્લીપ વાયરલ થતાં સ્થાનિક રાજકારણ પર ગરમાયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકારણ સેવાના માધ્યમની ફક્ત વાતો કે શું ?
ધોકડવા ગામના મહીલા સરપંચના પતિ એભલભાઇ બાંભણીયા દ્રારા વારંવાર એક શબ્દ કહેવામાં આવે છેકે મારા માટે રાજકારણએ સેવાનું માધ્યમ છે પરંતુ જે રીતે ઓડીયો ક્લીપ વાયરલ થઇ રહી છે. તેમાં સેવાનું માધ્યમ ક્યાંય દેખાતુ નથી. પરંતુ રાગદ્રેષનું માધ્યમ દેખાઇ આવતુ હોવાની ચર્ચા ધોકડવા ગામમાં ઉઠવા પામેલ છે.

તારો બાપ છે સરપંચએ મારો ભાઇ છે
ગૌચર ખુલ્લી કરાવવાની વોટ્સએપ ગૃપમાં કોમેન્ટ કરતા સરપંચ પતિના ભાઇ પ્રવિણભાઇના પેટમાં તેલ રેડાતા અશોભનિય ભાષામાં વાત કરતા હોવાની ઓડીયો ક્લીપ વાયરલ થઇ જેમાં સામે વાળી વ્યક્તિને કહે છે કે 10 વર્ષ સુધી ક્યા હતા અને તારો બાપ સરપંચએ મારો ભાઇ છે. આમ આવા અનેક શબ્દો અને ગાળો બોલે છે જે અહી લખી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...