પડ્યા ઉપર પાટુ:ઊના પંથકના પાતાપુર ગામે ખેતીવાડીમાં વિજ પુરવઠો શરૂ ન થતાં પાક નિષ્ફળ જવાની ભીતી

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાના 100 દિવસ બાદ પણ વિજળી ન મળતાં બાજરી, મગફળીમાં સુકારો
  • એક તરફ વિજળી ગુલ બીજી તરફ વરસાદ ખેંચાતા પડ્યા ઉપર પાટુ

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાની તબાહીથી વિજપોલ, વિજ વાયર, ટ્રાન્સફોર્મ સહીત ધરાશાઇ થતા ભારે નુકસાન થતાં વિજ પુરવઠો સંપુર્ણપણે બંધ થયો હતો. ત્યારબાદ કામગીરી શરૂ થતાં વિજપુરવઠો શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો હતો. પરંતુ ખેતી વાડી વિસ્તારમાં 100 દિવસ વિત્યાબાદ પણ વિજળી નહિં મળતા જગતનો તાત ચિંતાતુર થઈ પડ્યો છે.

હાલ ખેડૂતોએ ખેતમાં કરેલા વાવેતરમાં પાણીની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. પંરતુ વરસાદ પાછો ખેંચાયો છે તો બીજી તરફ વિજ પુરવઠો હજુ સુધી શરૂ થયો નથી. જ્યારે ખેતરમાં બાજરી, મગફળી સહીતના પાક સુકાવવા લાગ્યા છે. કારણે ખેડૂતોને પોતાના ખેતી પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

વાવાઝોડાના 100 દિવસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી પીજીવીસીએલની કામગીરી સામે પાતાપુર ગામના ખેડૂતોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. અને ખેતી પાકને સમયસર પાણી મળી રહે તેને ધ્યાને રાખી પીજીવીસીએલ દ્વારા તાત્કાલીક વિજપુરવઠો શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...