તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઊનામાં બે યુવાનો પર 6 શખ્સનો જીવલેણ હુમલો

ઊના7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • બે શખ્સોએ 20 હજાર માંગ્યા બાદ મામલો બિચક્યો

ઊના શહેરમાં રહેતા યુવાન પાસથી 2 શખ્સે રૂ. 20 હજાર માંગ્યા હતા. આથી યુવાને શેના રૂપિયા આપવાના એમ પૂછતાં બંનેએ લોખંડના પાઇપથી યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા હતા. ત્યારબાદ રાત્રે ફરી બન્ને શખ્સોએ બીજા 4 ને સાથે રાખી યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. 4 દિવસ પહેલા હસન પટેલ અને અબાડોએ સોયેબ નામના યુવાન પાસે રૂ. 2 હજાર માંગ્યા હતા. આથી સોયેબએ પૂછ્યું શાના રૂપિયા માંગો છો. આથી બન્ને શખ્સોએ હાથ પગ ભાંગી નાંખવા ધમકી આપી હતી.

રાત્રે ફરી હસન પટેલ, અસ્લમ ઉર્ફે ભુટો મકરાણી, મતીમ, જયલો, અબાડો તેમજ એક અજાણ્યા શખ્સ સાથે મળી તલવાર, લોખંડના પાઇપ, બેઝબોલનો ધોકો, છરી જેવા તિક્ષ્ણ હથિયારો સાથે કોર્ટ વિસ્તારમાં આવેલ લીલેપીર પીલેપીરની દરગાહ પાસે સોયેબ તેમજ જયેશને આંતર્યા હતા. અને આડેધડ મારમાર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ઊનાની ખાનગી હોસ્પીટલે ખસેડાયો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે. ઇજાગ્રસ્તના ભાઇ શાહનવાજ શબ્બીરભાઇ મન્સુરીએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો