તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઊના, કોડીનાર અને ગિરગઢડામાં ખેતીને હજી 2 માસ પાવર નહીં મળે

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 હજાર પોલ ઉભા કરવા, વાયર, સબસ્ટેશન, અને મટિરીયલનો અભાવ

ઊના શહેર અને પંથકના ગ્રામિણ વિસ્તારમાં વિજપુરવઠો શરૂ કરાયો છે. તેમાં પણ હજુ ઘણા દૂર છેવાડાના વિસ્તારો અંધારામાં છે. ખેતીવાડી સાથે જોડાયેલા વિજ કનેક્શન તો હજુ શરૂ જ નથી થયા. ખેતીવાડીના ફિડરો ક્યારે ઉભા થશે. અને વિજપુરવઠો મળશે તે કોઇ પણ પીજીવીસીએલના અધિકારી છાંતી ઠોકીને કહી શક્તા નથી. લોકો દૂર દૂરના ગામોમાંથી વિજપુરવઠો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. જાણવા મળતી વિગત મુજબ, ઊના, કોડીનાર, ગીરગઢડા પંથકના ગામોમાં આવેલા ખેતીવાડી વિસ્તારની એજી લાઇન શરૂ કરવા 70 હજાર કરતા વધુ ઇલેક્ટ્રીક પોલ ઉભા કરવાના બાકી છે. તેની સામે સબ સ્ટેશન (ટીસી), વાયર અને અન્ય મટીરિયલની જરૂરિયાત છે. પરંતુ આટલો જથ્થો પીજીવીસીએલ પાસે હાલમાં નથી. આથી ખેતીવાડી ઝોન સાથે જોડાયેલ વિજપુરવઠો શરૂ થતાં 2 માસથી વધુ સમય લાગી શકે છે.

એટલુજ નહીં જો ચોમાસાની સીઝનમાં વરસાદ શરૂ રહેશે તો આ વિજપુરવઠો શરૂ થવામાં વધુ વિલંબ પણ થઇ શકે છે. કારણકે, વાવેતરમાં થાંભલાની લાઇન ખેડૂત ઉભી નહીં કરવા દે. નહિતર ચોમાસામાં શિયાળુ પાક લેવામાં ખેડૂતોને ભારે મુશ્કેલી ઉભી થશે. હાલમાં માલ સ્ટોક રોજ 2 ટ્રક પોલ ભરી આવે છે. અને 2 હજારથી વધુ સબ સ્ટેશનની જરૂરિયાત છે. તે સ્ટોક આવ્યા બાદ રોજની 30 ટીમ કામ કરે તો 150 કર્મચારી 100 થી વધુ પોલ ઉભા કરી શકે નહિં.

ખેતી વિજ પુરવઠો સત્વરે શરૂ કરો: ધારાસભ્ય વંશ
ઊના ગીરગઢડા તાલુકામાં મોટાભાગની ટીમોને પરત મોકલી દેવાયેલ છે. ચોમાસા પહેલા સત્વરે સમારકામ કરવુ જરૂરી છે. સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના કારણે કામ મંથરગતિએ ચાલતુ હોય ચોમાસા પહેલા વધુ ટીમો મૂકી ખેતી વિષયક પુરવઠો શરૂ કરવા ધારાસભ્ય પુંજાભાઇ વંશએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...