વીજ પુરવઠો બંધ:ખેડૂતો વીજપોલ સ્વખર્ચે વાડી સુધી પહોંચાડવા મજબુર થયા

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઊના તાલુકામાં છેલ્લા ત્રણ મહિનાથી ખેતીવાડી વીજ પુરવઠો બંધ
  • ઓણસાલ વરસાદ ખેંચાતા માંડવી, કપાસ અને તલના કૃષિપાકો નિષ્ફળ જવાની સેવાતી ભિતી

તાઉતે વાવાઝોડાને ત્રણ મહિના કરતા વધુ સમય વિતવા આવ્યા છે. તેમ છતાં ઊના તાલુકાના મોટા ભાગના ગામડાનો ખેતીવાડી વિજ પુરવઠો બંધ હાલતમાં છે. જ્યારે વીજ થાંભલાઓ ખેડુતો સ્વ ખર્ચે પોતાવી વાડી સુધી લઈ જવા મજબુર બન્યા છે.

ખેતીવાડીની વીજ લાઈન ઉભી ન થવાના કારણે વીજ પુરવઠો હાલ બંધ હાલતમાં છે. ખેતીવાડી વિસ્તારમાં વસતાં જગતના તાત અંધારામાં લાંબો સમય અનેક યાતનાઓ વેઠી રહ્યાં છે. તેમાં પણ અધુરું હોય તેમ વાવણી લાયક વરસાદ થતાં કપાસ, માંડવી, તલના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કુદરત રૂઠીયો હોય તેમ વરસાદ ખેંચાતા હવે ઉભાં મોલને બચાવવા પાણીની તાતી જરૂરિયાત ઊભી થય છે. વાવાઝોડામાં તમામ વિજ લાઈનો પડી જવાના કારણે પીજીવીસીએલ દ્વારા ખેતીવાડી વિજ પુરવઠો લાઈન ઊભી કરવાની કામગીરી મંદગતિએ કરાતી હોવાથી પાવર સપ્લાય શરૂ ન કરાતાં ખેડુતો જનરેટર મારફતે પોતાની ખેતિમાં ઉભા પાકને બચાવવા પાણી પીવડાવતા હતા. પણ ડીઝલના વધતા ભાવને કારણે ખેતિ કરવી મોંધી પડતાં છતે પાણી એ પોતાનું વાવેતર બિયારણ બળી જવાનાં કારણે પાક નિષ્ફળ જવાની ભીતી અનુભવી રહ્યા છે.

જૂનો માલ-સામાન નાંખી વીજ લાઈન ઊભી કરી
પાતાપુર ગામનાં ખેડુત લાલુભાઈ છોરવડીયા કહે છે કે પીજીવીસીએલ કંપની પાસે પુરતા લાઈન ઉભાં કરતી ગેંગમાં માણસો ન હોવાથી મંદગતિએ કામ ખાનગી કોન્ટ્રાકટરો કરે છે. અને જે માલસામાન લાઈનો ઊભી કરવામાં વાપરે છે તે જુનો ઉપયોગ કરાય છે. ઈલેવન કેવી લાઈનમાં એલટી લાઈનનો વાયર જુનાં બાંધવામાં આવે છે. તે ગમે ત્યારે સમયે લોડ આવતાં તૂટી પડે તો અકસ્માત થવાની સંભાવના રહેલ છે.> લાલુભાઇ છોરવડિયા, પાતાપુરના ખેડૂત

અન્ય સમાચારો પણ છે...