તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ઊનાના માઢ ગામે ઘેરબેઠાં સર્વે કરાતાં ખેડૂતોએ દેકારો મચાવ્યો

ઊના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાગવગથી અમુક ખેડૂતોના ફોર્મ ભરી બીજાને બાકાત રાખ્યાનો આક્ષેપ

ઊના તાલુકાનાં દરિયા કિનારાનાં માઢ ગામે તાઉતે વાવાઝોડાએ મોટા ભાગની ખેતી, કાચાં મકાનો, બાગાયતી ખેતીને સંપૂર્ણપણે સાફ કરી નાખી. તેમાંયે મકાન સર્વેમાં પણ ભારે ગોટાળાને લીધે ઘણા પરીવારો ફોર્મ ભરવાથી રહી ગયા છે. અને જેના ફોર્મ ભરાયાં છે તેને દોઢ માસ પછી પણ સહાય ચૂકવાઈ નથી. તંત્ર દ્વારા સહાય મળશે એવી હૈયાધારણા અપાઇ રહી છે. પરંતુ અદ્ધર તાલે લટકતી સહાય કોને અને કેટલી મળશે તેની કોઇને જ ખબર નથી.

બીજી તરફ ખેતીવાડીમાં સર્વે કરવાં ગયેલી ટીમો દ્વારા અધૂરા અને લાગવગથી ફોર્મ ઘેરબેઠાં ભરીને ઊના તાલુકા પંચાયતના ખેતીવાડી અધિકારી સમક્ષ રજૂ કરી દીધા છે. જેમાં વાવાઝોડા સમયે જે નુકસાન થયું હતું તેની યાદી અને નવી યાદીમાં ઘણા ખેડુતોની બાદબાકી કરી દેવાઇ છે. આ અંગેની રજૂઆત તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધી સામતભાઈ ચારણિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા સમક્ષ કરાઇ છે.

જેમાં માઢગામ ગામનાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બધાજ વિસ્તારમાં સર્વે કરાયો નથી. અલગ અલગ ટીમોએ મનમાની રીતેજ એક જગ્યાએ બેસીને જમીન નકશ પરથી જૂજ અસરગ્રસ્ત ખેડુતોનાં લાગવગથી ફોર્મ ભરી સાચાં અસરગ્રસ્ત પરિવારોને સહાયથી વંચિત રાખી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...