તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચિમકી:રાજકિય ભલામણથી ખેતીને બદલે ખાણમાં પાવર આપવા તજવીજ સામે ખેડૂતોનો વિરોધ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊના-ગિરગઢડાના ખેડૂતોને એક માસથી પાવર ન મળતા ઉગ્ર આંદોલનની ચિમકી આપી

ઊના શહેર-તાલુકા તથા ગિરગઢડા તાલુકામાં વાવાઝોડા બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરવપરાશ માટે જ્યોતિ ગ્રામનો વિજપુરવઠો પૂર્વવત થઇ ગયો છે. પણ છેલ્લા 1 માસથી વાવાઝોડાના કારણે બંધ થઇ ગયેલો ખેતીવાડીનો વિજપુરવઠો આપવા માટે કોઇ નક્કર કામગીરી ચાલતી નથી. ત્યારે એક રાજકિય આગેવાનની ભલામણથી સ્પેશિયલ કેસમાં ખાણમાં વીજ કનેક્શન આપવાની હિલચાલથી ખેડૂતોમાં રોષ છવાયો છે. અને આંદોલનની ચિમકી અપાઇ છે.ઊના-ગિરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાડી ખેતરે પોતાના ગાય, ભેંસ, બળદ, જેવા પશુને નિભવીને પશુપાલનનો વ્યવસાય પણ કરે છે.

ખેતીવાડીમાં વિજપુરઠો નજીકના દિવસોમાં શરૂ થાય એવા કોઇ એંધાણ જણાતા નથી. વિજ થાંભલા સહિતના મટીરિયલનો જથ્થો ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં ખેતીવાડીમાં વસવાટ કરતા પરીવારો તેમજ માલઢોરને પીવાના પાણી માટે ભયંકર મુશ્કેલી પડે છે. કાળઝાળ ગરમીના કારણે નાના બાળકોને સાચવવા પણ મુશ્કેલ બન્યા છે.

આ પરિસ્થિતી વચ્ચે રાજકિય આગેવાનની ભલામણથી ઊના તાલુકાના દાંડી ફિડર હેઠળ આવતા અમોદ્રા ગામના સર વિસ્તારમાં વિવાદાસ્પદ ખાણની લીઝ ધરાવનાર પાલાભાઇ લખમણભાઇને પીજીવીસીએલ દ્વારા વિજ કનેક્શન આપવા માટે થાંભલા ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે. સ્પેશ્યલ કેસમાં ફક્ત એકજ ખાણની લીઝ માટે વિજ કનેક્શન આપવા સામે ખેડૂતોએ ઉગ્રરોષ વ્યક્ત કર્યો છે.

પૂર્વ ધારાસભ્યે પત્ર પાઠવ્યો
ઊનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે પણ ખેતીવાડી કનેક્શન વહેલી તકે શરૂ કરવા અને જ્યોતિગ્રામ યોજના અંતર્ગત વિજપુરવઠો તાત્કાલીક આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...