તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખનીજ ચોરી:ઊનામાં ખનીજ ચોરીને લીધે નદી કાંઠાનું ધોવાણ : પૂર્વ ધારાસભ્ય

ઊના7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આમોદ્રાના 5 સર્વે નંબરમાંથી ખનીજ ચોરી અટકાવવા માંગ

ઊના સીમતળમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ગે.કા. રીતે પથ્થરનું ખનન થતાં નદી કાંઠાનું ધોવાણ થઇ રહ્યું છે. પરિણામે ખેતીની ફળદ્રુપ જમીન તેમજ પશુ પક્ષીઓને ગંભીર નુકસાન થતુ હોઇ આ પ્રવૃત્તિ બંધ કરાવવા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ સી. રાઠોડે માંગણી કરી છે.

ઊનાના તપોવન આશ્રમ (ચાંચકવડ) રોડ પર તપોવનના પાટિયા પાસે રોડની નજીકમાં લીઝવાળી ખાણની બાજુમાં રસ્તા પર ઊના સીમતળની સરકારી ખરાબાની જમીન આવેલી છે. તેમાં બુટલેગરો અને માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે જનરેટર અને ચકરડી મૂકીને પથ્થરની ચોરી થઇ રહી છે. આ દરમ્યાન ભૂખરી ઉડતી હોઇ તેને લીધે પાક, પશુપક્ષી અને પર્યાવરણને નુકસાન થઇ રહ્યુ છે. અગાઉ પણ વહિવટી તંત્રને રજુઆત કરી છે. પણ અધિકારીઓ અને કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોવાથી ખનીજ માફિયા સામે નવા કાયદા મુજબ કડક પગલાં લેવા અને આ પ્રવૃતિ બંધ કરાવવા ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી માંગણી કરી છે.

આમોદ્રામાં કોંગ્રેસના લોકો ખનીજ ચોરી કરે છે
આમોદ્રામાં સર્વે નં. 749, 782 અને સર્વે નં. 93 ગૌચર છે. સર્વે નં. 98 અને 100 સરકારી છે. જ્યારે સર્વે નં. 782 ખાનગી માલિકીની જમીન છે. આ બધી જમીન પર આમોદ્રાના રાજકિયઓથ ધરાવતા કોંગ્રેસના લોકો તંત્ર સાથે સાઠગાંઠ કરી ખનીજ ચોરી કરે છે. > કે. સી. રાઠોડ, પૂર્વ ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો