તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડનો ઓડિયો વાઇરલ:ઊનામાં આંગણવાડી વર્કર-તેડાગરની ભરતી માટે દોઢ-દોઢ લાખ લઇ CDPOને ફસાવવાનો પ્લાન, મેરિટ લિસ્ટ પડે તેના 3 દિવસ પહેલા પોલ ખૂલી ગઈ

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ઊનામાં સપ્ટે. 2020 માં ભરતીમાં 3 દિવસ પેલા મેરિટ લિસ્ટ બહાર પાડી કૌભાંડ કરવામાં આવ્યુ"તું
 • ઇન્ચાર્જ સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થઇ જતા મામલો ચર્ચામાં

ઊના તાલુકાની આંગણવાડીમાં થયેલા ભરતી કૌભાંડની ઓડિયો ક્લિપ વાયરલ થઇ ગઇ છે. ખુદ ઇન્ચાર્જ સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસર વચ્ચે થયેલી વાતચીત વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. ઇન્ચાર્જ સીડીપીઓએ આ અંગે સ્પષ્ટ રીતે પોતે જ પોતાની કચેરીના કર્મચારીઓ પૈકી કોણ કોણ એ પ્રક્રિયામાં સામેલ હતા એ લોકોની તપાસ કરવા પરવાનગી માંગી છે.

કેટલાક ઉમેદવારે અલગ-અલગ પુરાવાઓ આપ્યાં
વાત જાણે એમ બની કે, ઊના તાલુકા બાળ વિકાસ સંકલન કચેરી દ્વારા ઊના તાલુકાની આંગણવાડી કેન્દ્રમાં વર્કર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ 2020માં બહાર પાડવામાં આવી હતી. તમામ ઉમેદવારોના ઓનલાઇન ડોક્યુમેન્ટ અને અરજી મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની ચકાસણી જેતે વખતના ઇન્ચા. સીડીપીઓ દર્શનાબેન પુરોહિતને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2020 ના રોજ મેરીટ આધારીત ભરતી બહાર પાડતાં તેમાં કૌભાંડ કરી કેટલાક ઉમેદવારો પાસે ઓફીસમાંથી રૂ. 1.50 લાખની રકમ મેળવીને લાગવગિયા ઉમેદવારોની ભરતી કરી લેવાયાના આક્ષેપો સાથે ભારે દેકારો મચી ગયો હતો. ત્યારબાદ ઉમેદવારોએ એક જ વોર્ડના અલગ અલગ રહેણાંક વિસ્તારના પુરાવાઓ આપ્યાનું પણ બહાર આવ્યું હતું.

કૌભાંડનો ઓડિયો વાઇરલ થયો
આથી કૌભાંડની તપાસ પણ ઉચ્ચકક્ષાના અધિકારીને સોંપવામાં આવી હતી. અને તેનું સીધું મોનિટરીંગ તાલુકા વિકાસ અધિકારીને પણ સોંપવામાં આવ્યું હતું. જેતે વખતે આ સમગ્ર પ્રકરણ દબાઇ ગયું હતું. તાજેતરમાં ઇન્ચા. સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફીસર વચ્ચે એ કૌભાંડ અંગે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. આથી આ કૌભાંડમાં જેતે સમયના ઇન્ચા. સીડીપીઓ દર્શનાબેન પુરોહિતને ફસાવવાનું ષડયંત્ર ઘડાતું હોવાનું તેમાં બોલાતા સંવાદો પરથી સ્પષ્ટ થઇ ગયું છે. આ કૌભાંડમાં ઓફિસમાં જ બેસતા એક કર્મચારી તરફ કૌભાંડનું કોકડું ગુંચવાયું છે. જેમાં ભરતીના 3 દિવસ પહેલાં મેરીટ લીસ્ટ બહાર પાડી દીઇને કૌભાંડ આચર્યાની વાત કરાઇ રહી છે.

ઉના સીડીપીઓની કચેરીમાં કોર્ડીનેટરની મનમાની
બાળ વિકાસ સંકલીત કચેરીમાં વિસ્તાર વાઇઝ કો-ર્ડીનેટરની નિમણૂંક કરાઇ હોય. તેને પોતાના ફીલ્ડમાં જઇને સોંપેલ વિસ્તારની આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન અને ચાલતી પ્રવૃતિ અંગેની સુરક્ષા બાબતે ચકાસણી કરવાની હોય છે. તેમજ ઓફીસ પરબેસીને ઉપલી કચેરીમાં રીપોર્ટીંગ અને માહિતી મોકલવાની હોય. પરંતુ કો-ઓર્ડીનેટરો પોતાની મનમાની તેના સમયે ફરજ બનાવતા હોય અને ગમે ત્યારે કલાકો અને દિવસો સુધી આવતા પણ ન હોય અને માત્ર પગાર લઇ જતાં હોય આવા કોર્ડીનેટરો ઉના સીડીપીઓને પણ જવાબો આપતા નથી. અને કચેરીમાં પણ કર્મચારીનું કોઇપણ પ્રકારનું હાજરી પત્રક રાખવામાં આવતુ નથી. તેના કારણે તેની ફરજ ક્યા ગામે અને કઇ રીતે બજાવે છે તેની માહિતી મળતી ન હોવાનું જાણવા મળ્યું છે.

લેતી દેતી પ્રકરણમાં જય અને માતાનો હાથની તપાસ થશે
તા. 25 સપ્ટે 2020 ના રોજ કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યા કરવા મેરીટ યાદી જાહેર થઇ હતી. એ પહેલાં ઊના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ યાદી લીક થઇ હતી. જેમાં પૂર્વ બાળ વિકાસ યોજનાના અધિકારી ઊનાના નામે લેતી દેતી થતી હોવાના મૌખિક આક્ષેપો અને અહેવાલો બહાર આવ્યા હતા. આ ગેરરિતીમાં એક માતા-પુત્રના નામનો ઉલ્લેખ થતો હોઇ આ માતા-પુત્ર કોણ? એ તપાસનો વિષય બન્યો છે.

ઇન્ચા.સીડીપીઓ અને અધિકારી વચ્ચે થયેલી વાતચીત...
CDPO અને અધિકારી વચ્ચે વાતચીત

અધિકારી: હં, બેન કેમ છો ?

CDPO: સાહેબ તમારી તબિયત કેમ છે? હેરાન કરીએ છીએ.

અધિકારી: સારું છે હો. સારું છે.

CDPO: સારું છે ને તો વાંધો નહીં.

અધિકારી: ઘણું, ઘણું પહેલાં કરતાં ઘણું સારું એમ.

CDPO: તો વાંધો નહીં સાહેબ.

અધિકારી: ના. સારું છે. ભગવાનની દયા.

CDPO: તો વાંધો નહીં સાહેબ, એ તો આપણે જે કર્મ કર્યા હોય એમાં વાંધો આવે જ નહીં.

અધિકારી: 100 ટકા.

CDPO: હવે સાહેબ હું એમ કહેતી હતી કે, ત્રણ દિવસથી બધા લાભાર્થીઓ આવે જ છે. આજે જ આવ્યા હતા. હવે એને આવી રીતે જ કર્યું છે. હવે હું એમ કહું છું સાહેબ કે, હું જ તમને, પ્રોગ્રામ ઓફિસરને અને ડીડીઓ સાહેબને એક ટપાલ લખું કે, આવી રીતે ઓફિસમાંથી ત્રણ દિવસ પહેલાં જ મેરિટ લિસ્ટ બહાર પાડીને વહીવટ થઈ ગયો છે. તો ઓફિસમાં અમારા કર્મચારી જે અમે આ કામગીરી કરી હતી. ઓફિસમાં તપાસ કરવા વિનંતી એમ કરીને એક લેટર લખી દઉં તો? એટલે શું આપણે તો ઓલામાં ન આવીએ.

અધિકારી: હા લખી નાખો વાંધો નહી.

CDPO: હા કેમ કે.

અધિકારી: કાગળ લખો એ વાંધો નહીં. લખવો જ જોઈએ.

CDPO: સામેથી જ હું તપાસ કરવાનું કહું છે કે, અમારા તરફ તપાસ કરો. કેમકે, જિલ્લામાં ને બધે મારું નામ એવી રીતે આપ્યું છે કે, CDPO એ જ આવો વહીવટ કરાવ્યો છે. મારા નામથી જ બધું થયું છે કે, દર્શનાબહેને આમાં બધુ કરવાનું કહ્યું છે. દોઢ લાખ રૂપિયા લાવો એટલે થઈ જશે. કાલ તો અમારી પાસે બધું પ્રુફ આવી જશે. અમે જેતે વ્યક્તિના ખાસને કહ્યું છે એટલે બધું આવી જશે. મારું નામ જિલ્લામાં પણ આ લોકોએ બદનામ કરી નાખ્યું છે. અધિકારી: ના ના. એમાં આપણે કંઈ એવું નહી. સત્ય છે એ સત્ય જ રહેવાનું છે. સૂર્ય ક્યારેય ઢાંક્યો રહેવાનો છે? બસ શું કામ ચિંતાકરો છો.

અધિકારી: સાહેબના ધ્યાને જતું રહ્યું છે. ટૂંકમાં.

CDPO: હા વાત ગાંધીનગર સુધી પહોંચી છે. પાછા એ લોકો હોશિયાર કેવાકે CDPO ની ઓફિસનું સરનામું આપે. પૈસા લેવા સીડીપીઓની ઓફિસના ગેટ પાસે આવો. એટલે હું જ જવાબદાર ઠરુંને સાહેબ.

CDPO: ટૂંકમાં એવું પણ થયું હશે કે ડેટા ઓપરેટર છે એનાથી જ લીક થયું હોય એવો અમને થોડો થોડો અંદેશો આવે છે. અમુક એમ કહે છે કે, જિલ્લામાંથી અમને બધા મેસેજ મળ્યા છે. એવું તો કાંઈ હોય નહીં. એટલે હું જ લેટર લખી દઉં કે અમારી ઓફિસમાં આ કામગીરીમાં આટલા વ્યક્તિ હતા. તપાસ કરાવવા વિનંતી. સામેથી જ હું કહી દઉં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો