દોડધામ:દાબેલીની દુકાનમાં કિડીખાઉં ઘુસી આવતા દોડધામ મચી

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનામાં રાત્રીનાં સમયે દાબેલીની દુકાનમાં કિડીખાવ ઘુસી ગયું હતું - Divya Bhaskar
ઊનામાં રાત્રીનાં સમયે દાબેલીની દુકાનમાં કિડીખાવ ઘુસી ગયું હતું
  • દુકાન બંધ કરવાનાં સમયે ધ્યાનમાં આવ્યું, વન તંત્ર દોડી ગયું

ઊનામાં રાત્રીનાં સમયે દાબેલીની દુકાનમાં કિડીખાવ ઘુસી ગયું હતું. વન વિભાગને ટીમે રેશ્કયું કરી સુરક્ષીત જગ્યાએ મુક્ત કર્યું હતું. ઊના શહેરની ખાઉગલી વિસ્તારમાં આવેલ માંડવી દાબેલીની દુકાનમાં રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ કિડીખાઉ ઘુસી જતાં નાસભાગ મચી ગયી હતી. દુકાન માલીક બંધ કરવાના સમયે નજરે પડતા તાત્કાલીક વનવિભાગને જાણ કરી હતી. અને વનવિભાગની રેશ્ક્યુ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. આ જંગલી કિડીખાઉ પ્રજાતીનું જાનવરને પકડી પાડી દૂર જંગલમાં મુક્ત કરવામાં આવ્યું હતું. જોકે દુકાન નજીક અવાવરૂ જગ્યામાં મોટા વૃક્ષો હોય ત્યાથી આવી અચાનક દાબેલીની દુકાનમાં ઘુસી ગયું હોવાનું જાણવા મળેલ હતું.

અન્ય સમાચારો પણ છે...