તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ઉનામાં વેક્સિનના બે ડોઝ લીધા બાદ નવાબંદર PHCના તબીબ સંક્રમિત, લાઠોદ્રામાં કોરોનાથી ત્રણ અને ઊનામાં 2નાં મોત

ઉનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉના તાલુકાના નવાબંદર પી એચ સી કેન્દ્રના તબીબ આર એસ વાળાએ વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. અને હાલ તબીબ હોમ આઇસોલેટ છે. પરંતુ તબીબના જણાવ્યા મુજબ કોરોના વેક્સિનના સરકારની ગાઇડ લાઇન મુજબ બે ડોઝ ન લીધા હોત તો કોરોના વાયરસની બીજી લહેરમાં મારી હાલત કફોડી બની ગઇ હોત. વેક્સિનના લીધે મને કોઇ પ્રકારના મેજર લક્ષણો નથી. વધુમાં તબીબે જણાવેલ હતુ કે હાલ કોરોનાની બીજી લહેર વાયુવેગે પ્રસરી રહી છે. અને ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોના સામે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, તેમજ વેક્સીન જ અસર કારક છે.વધુમાં જણાવ્યું હતું કે વેક્સિન લીધા પછી કોરોના સંક્રમણ લાગે તો પણ અસર ઓછી રહે છે.

અર્બન સેન્ટરમાં 3 કર્મચારી પોઝિટિવ
ઉના શહેરી આરોગ્ય કેન્દ્રના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ માટે સવારથી જ લોકોની લાંબી કતાર જોવા મળતી હોય છે. ત્યારે અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારી પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય છે. ત્યારે આજે 3 કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયેલ હતો. ઉનામાં વધી રહેલા કોરોના કેસના દર્દીઓને વધુ સારવાર માટે બહાર રીફર કરવામાં આવતા હોય છે. ત્યારે ઉનાની 10 થી વધુ ખાનગી એમ્બ્યુલન્સ દોડા દોડી કરી રહી છે.

એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોક
માળીયાના લાઠોદ્રા ગામે 24 કલાકમાં એક જ પરિવારના 3 સભ્યોના કોરોનાથી મોત થયા હતા તો ઊનામાં બેનાં કોરોનાએ ભોગ લીધા હતા. માળિયા તા.પ સદસ્ય માનસિંગભાઈ લાખણી એ જણાવ્યું હતું કે મોમીન સમાજના એક આધેડનું અવસાન થયું છે તેમના 3 પુત્રો છે જે કોરોના પ્રોઝિટિવ હતા જેમાં એકનું જૂનાગઢમાં સારવાર દરમિયાન મોત થયું હતું જેમના અંતિમ સંસ્કાર ચાલી રહ્યાં હતાં એ દરમિયાન જ તેમના નાના ભાઈ ના મોતના સમાચાર આવ્યા હતા. જ્યારે ઉનામાં વધુ બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યા છે. બે દિવસ પહેલા ચોવીસ કલાકમાં કોરોનાથી પાંચવ્યક્તિના મોત થયેલા હતા. ઊના તાલુકામાં છેલ્લા અઠવાડીમાં દશથી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે તંત્ર આ આંક સાચો જાહેર કરતું નથી. કોરોનાની સારવાર માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડમાં સમાવેશ કરી વિનામૂલ્યે સારવાર આપવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો